Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાઈના અભિયાનનો પ્રારંભઃનવસારીના ઉદ્યોગપતિએ કર્યો બોયકોટ,અલિબાબા સાથેનો ૧૧ વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો

  • June 20, 2020 

Tapi mitra news:ચાઇનાએ ભારતીય સેનાના ૨૦ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ દેખાઇ રહ્યો છે. તેવા સમયે સચીન એસ.ઇ.ઝેડ વિસ્તારમાં આવેલી કાલિકા ઇન્ટરનેશનલ કંપનીએ દેશહિત માટે ચાઇનાની અલીબાબા ડોટ કોમ સાથેનો ૧૧ વર્ષ જુનો કોન્ટ્રાકટ રદ્દ કરી દીધો છે. તેમના આ નિર્ણયને અન્ય ઉદ્યોગકારોએ આવકાર્યો છે. નવસારી દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સયાજી લાયબ્રેરી, એનએમએન નવસારી, વિદ્યાકુંજ શાળાનાં ટ્રસ્ટી તરીકે સેવા પણ આપી રહ્યા છે. તેઓ સચિનના એસ.ઇ.ઝેડ. વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં ૩૦ દેશ સાથે વ્યાપાર કરે છે. આ કંપની માટે ૧૧ વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની અલીબાબા ડોટ કોમ સાથે જાહેર ખબરનો કોન્ટ્રાકટ કર્યા હતા. અલીબાબા કંપનીની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોથી જ સંકળાયેલા હોય ગોલ્ડ સપ્લાયર તરીકે અલીબાબા કંપનીએ પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ૫ લાખની જાહેર ખબરનો વાર્ષિક કોન્ટ્રાકટ હતો પરંતુ હાલમાં ચાઈનીઝ આર્મી દ્વારા ભારતીય સૈનિકો ઉપર બર્બરતાથી હુમલો કરી ૨૦થી વધુ જવાન શહીદ થતા ઉદ્યોગપતિ પરેશભાઈ રાઠોડનું મન વ્યથિત થયું હતું. જેથી તેમણે ચાઈના કંપની અલીબાબા ડોટ કોમ સાથે પોતાનો વાર્ષિક કોન્ટ્રાકટ રદ કરી દીધો હોવાનું જણાવ્યું હતું અને ચાઈનાથી વેપારને સંલગ્ન ચીજવસ્તુઓ ખરીદતા હતા તે પણ કોન્ટ્રાટક રદ કરી દીધો છે. હવે પછી તેમના વિકલ્પ તરીકે અન્ય સ્વદેશી કંપની અથવા ભારત દેશના સમર્થનમાં હોય તેવી કંપનીને તેઓ સહયોગ આપશે. આ અંગે સુર્સેસ યુનિટ હોલ્ડરના પ્રમુખ અને ઉદ્યોગપતિ પરેશ રાઠોડે જણાવ્યુ હતુ કે દેશહિત પહેલા ત્યાર બાદ ધંધા-રોજગારને માનું છું. એક બાજુ બોર્ડર ઉપર ચાઈનાના સૈનિકોએ દેશનાં સૈનિકો ઉપર હુમલો કરી તેમની જાન લે ! અને તેવા દેશ સાથે હું વેપાર કરી તેમને મદદ કરું તે કેમ ચાલે. બધા ભારતીયો ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવાનું શરુ કરે તો આગામી ૫ વર્ષમાં ચાઈના ઘૂંટણિયે પડી શકે એમ છે. સરકાર જે કહે તે પણ આપણે ભારતીય તરીકે આપણા સૈનિકોને મારે તેવા દેશનો બહિષ્કાર જ આખરી વિકલ્પ છે. આમ ઉદ્યોગપતિના આ નિર્ણયથી અન્ય ઉદ્યોગપતિઓને પણ ચાઇનાનો માલ બાયકોડ કરવાની પ્રેરણા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application