Tapi mitra news:ગુજરાત રાજયના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવતા પાલિકા અને કલેકટર તંત્ર દોડતુ થયુ છે. છેલ્લાં ૧૫ દિવસમાં સુરત શહેરમાં કુદકે ને ભુસકે કોરોનાના કેસ વધી રહ્ના છે. તેની સાથે રોજના ચાર થી પાંચ લોકો મોતને ભેટી રહ્ના છે. તંત્ર દ્વારા અનેક પગલા લેવા છતાં કોરોના વાયરસ ઘટવાના બદલે વધતા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. તેવા સમયે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ શનિવારે સુરતમાં આવતાની સાથે જ નવિ સિવીલમાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને સિવીલ તંત્રને જરૂરી સલાહ સુચનો પણ આપ્યા હતા. ત્યારબાદ કોરોના વાયરસને કાબુમાં લેવા માટે કયા પ્રકારના પગલા લેવાઇ તે અંગે અઠવાલાઇન્સ ખાતે સર્કીટ હાઉસ ખાતે એક ઉચ્ચ સ્તરીય મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જયંતિ રવિની સાથે પાલિકાના કમિશ્નર બંછાનિધી પાની , કલેકટર ડો.ધવલ પટેલ , ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજાઇ હતી. હાલ આ બેઠકમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્ના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application