Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાતિલ કોરોનાના કહેર વચ્ચે સુરતમાં નવા ૪૭ કેસ નોધાયા:શહેરમાં કુલ ૩,૦૬૫

  • June 20, 2020 

Tapi mitra news:કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ત્રણ અઠવાડીયાથી સુરતમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યું છે. શહેરમાં શનિવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૪૭ પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે ૩,૩૫૪ કેસો નોધાઇ ચુક્યા છે. લોકો લોકડાઉન પુર્ણ થયા બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ-૧૯ની ગાઇડ લાઇન એટલે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, માત્ર ફેશન પુરતુ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લાં ૧૨ દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ અઠવાડીયાથી ૧,૪૦૦થી વધુ કેસ નોધાયા હતા. જેના કારણે સુરતમાં  રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. શનિવારે બપોરના ૧૨ વાગ્યા સુધી અધધ નવા ૪૭ કેસ સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આમ જીલ્લામાં અત્યાર સુધી કુલ કેસ ૨૮૯ નોધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૩,૩૫૪  કેસો થયા છે. તેની સામે ૨,૧૮૭ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્યો છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં ૧૨૩ અને જીલ્લામાં પાંચ મળી કુલ ૧૨૮ લોકો મોતને ભેટી ચુક્યા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૮૦ થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. સુરતમાં નોધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્ના છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્ના છે. સેન્ટ્રલ ઝોન, વરાછા એ, વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્ના છે.  કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જાતરાઇ ગઇ છે. નવા નોધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૧૦ થી ૧૨ રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ , વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application