Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં સગીર વયની દીકરીને પ્રેમ સબંધ પડ્યો ભારે:લગ્નની લાલચ આપીને તેના નગ્ન ફોટા મોબાઈલ પર સોસીયલ મીડિયા મારફતે મંગાવ્યા,અને શરુ થયો બ્લેકમેલીંગનો સીલસીલો

  • June 18, 2020 

Tapi mitra news:પહેલા બાંધ્યો પ્રેમ સંબંધ, પછી કરી બીભત્સ્ય માંગણી,અને ત્યાર બાદ કર્યા બીભત્સ્ય ફોટા વાઇરલ ઘટના છે તાપી જિલ્લાના વ્યારાની,જ્યાં એક સગીર વયની દીકરીને પ્રેમ સંબંધ પડ્યો ભારે, પરંતુ સગીરાએ સમગ્ર વાત પોતાના માતા-પિતાને કરતા આરોપી હવસખોર ટોળકી પહોંચી જેલના સળિયા ગણતી થઇ છે. સમાજને  શર્મશાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે,તાપી જિલ્લાના વ્યારા શહેરમાં,કે જ્યાં એક 17 વર્ષની સગીરાને વ્યારાના યસ ઢીમ્મર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો, યશે તેનો ગેરફાયદો ઉઠાવીને લગ્નની લાલચ આપીને તેના નગ્ન ફોટા મોબાઈલ પર સોસીયલ મીડિયા મારફતે મંગાવ્યા, બાળાએ નાદાનિયતમાં પ્રેમી યુવકની વાત માની ને ફોટા મોકલ્યા અને શરુ થયો બ્લેકમેલીંગનો સીલસીલો. નાની વયે નાદાનિયતમાં કરેલ કૃત્ય કેટલીકવાર ઘણું નુકશાન કરી જાય છે, જેનો સીધો સામનો ઘર પરિવાર ના સદસ્યો એ કરવો પડે છે, આવુંજ કંઈક નિર્માણાધીન થયું તાપીના વ્યારા નગરમાં થયું છે, પરંતુ સગીરા અને તેના વાલીની હિમ્મતને પગલે આજે સાત જેટલા હવશખોર નબીરાઓ નું કૃત્ય સમાજ સામે ઉજાગર થયું, પોલીસે હાલ તમામ આરોપીઓને પકડી તેઓના કોરોના રિપોર્ટ કરવાની સાથે તેઓની વિરુદ્ધ આઇપીસી ની કલમો,પોકશો એક્ટ અને આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે... મળતી માહિતી અનુસાર સગીર યુવતી ના બીભત્સ્ય ફોટાઓ યુવતિ નાજ પ્રેમી યુવક યસ એ તેના અન્ય એક મિત્ર ને વાઇરલ કર્યાં, જે બાદ તેણે બીજા મિત્રોને વાઇરલ કર્યા ,એમ સાત મિત્રો પાસે આ બીભત્સ્ય ફોટા વિડીયો આવતા તેમને સગીરને અઘટિત માંગણીઓ કરીને બ્લેકમેલ કરવાની કોશિશ કરી, જે અંગે યુવતી એ તેના વાલી ને જાણ કરતા વાલીએ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ કરતા આ સાતેય યુવકો પોલીસ જાપ્તામાં આવી ગયા,જેમાં મુખ્ય સૂત્રધાર (1) યશ જીતુ ઢીમ્મર રહે,અભિષેક સ્ટેટ,તળાવ રોડ,વ્યારા (2) નબીલ સફા પઠાણ રહે,માલીવાડ,વ્યારા (3) કાર્તિક ચંદ્ર પટેલ રહે,કોળીવાડ,વ્યારા જેમણે  ફોટા વાઇરલ કર્યા હતા,જયારે (4) અક્ષય ધીરુભાઈ પટેલ રહે,સ્વામીનારાયણ મંદિર પાસે,વ્યારા (5) કેવિન રાજુભાઈ રાણા રહે,ગોલવાડ,વ્યારા (6) ઉત્સવ હિતેશભાઈ શાહ રહે,સુરતી બજાર,વ્યારા (7) વિજય ઉર્ફે વિજેન્દ્ર જયંતીલાલ સોલંકી રહે, નવીવસાહત,વ્યારા આમ બધાએ તેનો ગેરલાભ લેવાની કોશિશ કરી હતી.(સાંકેતિક તસ્વીર) high light-પોલીસે કરી હવશખોર ટોળકીના સાત ઈસમોની ધરપકડ..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application