Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધારાનો તાપી જીલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

  • June 17, 2020 

Tapi mitra news:ભાજપ શાસનમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા તાપી જીલ્લા કોંગ્રેસ દ્વારા વ્યારા ખાતે જુના બસ સ્ટેન્ડ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજ્યમાં 22 વર્ષ થી ભાજપના સાસનમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.અને ગરીબ સામાન્ય મધ્યમવર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં ભાજપ સરકાર રોજ સતત ભાવ વધારો કરી રહી છે. કોવીડ-19 મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે મોંધવારીનો માર અસહ્ય બનવાનો હોવાનું તાપી જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application