Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૧ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે ૫૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૫૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૫.૫ ટકા થયો છે.
શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૩૧૦ હતી, જેમાં ૫૬ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૩૬૬ કેસો થયા છે. કુલ ૯૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૩.૯ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૬ કેસો મળી આવ્યા છે. તેમાથી ૧૧ કેસો ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યાં છે. હવેથી કતારગામમાં આઈલેન્ડ સ્ટ્રેટજી બનાવવામાં આવશે. કોઈ પણ ડાયમંડ યુનિટમાંથી ૧ પણ કેસ મળી આવે તો તે યુનિટને ૧૪ દિવસ માટે સીલ કરવામાં આવશે. તેથી ડાયમંડ અને પાવર લુમ્સના યુનિટોમાં વધતા જતાં સંક્રમણને પગલે તેઓ ખાસ કાળજી રાખે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તથા માસ્ક અવશ્ય પહેરે તે જરૂરી છે.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૭૮૯૦ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૩૧૯ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૮૨ લોકો છે. ૧૫૭૩ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે.સ્લમ વિસ્તારોમાં કુલ ૫૫ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે.મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ સને સારવાર માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. ૮૦ ઓક્સિજન પર, ૩૨ બાયપેક પર અને ૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે ૨ લાખ ૩ હજાર કરતા વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬૮ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ૧૨૨ પાથરણાવાળા તથા સલુનને બંધ કરાવવામાં આવ્યા હતા. લોકો જાગૃત્ત બની કાળજી લેશે તો કોવિડમાંથી બચી શકાય છે.કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટીલ પરિસ્થિતીમાં કામ કરે છે, તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ એમ તેમણે કહ્યું હતું,નોંધનીય છે કે,સુરત શહેરના ૨૩૬૬ અને જિલ્લાના ૨૦૯ કેસો મળી કુલ ૨૫૭૫ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૨૦૯
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૪ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૮૭ હતી, જેમાં આજે ૨૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૨૦૯ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ૦૧, ઓલપાડ તાલુકાના ૦૭,કામરેજ તાલુકાના ૦૮, બારડોલી તાલુકાના ૦૪, ઉમરપાડા તાલુકાના ૦૨ કેસ મળી ૨૨ મળી કુલ ૨૦૯ કેસો આવ્યા છે.૮૪ એક્ટિવ ક્લસ્ટર જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭૨૫૧ ઘરો અને કુલ વસ્તી ૭૩૮૫૫ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૨૦૨ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૯૭૬ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૮૮ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૦૬૪ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૯૧ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૮૭૩ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500