Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજ બનાવાયા

  • June 11, 2020 

Tapi mitra news:લિંબાયત સરદારનગરમાં આવેલ મિલ્કતને પચાવી પાડવા માટે મુળ જમીન માલીક પાસેથી  જુની તારીખના બોગસ કબજા રસીદો બનાવી કોર્ટમાં દાવો કરી મિલ્કતના માલીક પાસેથી વધુ પૈસા પડાવાની પેરવી કરનાર યુવક સામે મિલ્કત માલીકે પોલીસમાં ફરિયાદ નોધાવી છે. લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત રામનગર સોસાયટીમાં રહેતા સલીમ માધવસંગ રાણા મકાન લે-વેચનો ધંધો કરે છે. સલીમ અને તેના મિત્ર જાફઉદીન સુજાફદીન શાહએ લિંબાયત અંબાનગર સોસાયટીમાં આવેલ મકાન નં-એ/૬૫ વાળુ વૈકન્ના પુલ્લૈયા કટકમ પાસેથી ખરીદી વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો. છતાંયે  મોહમંદ સરફરાઝ જમીલ અહેમદ (રહે, સરદારનગર લિંબાયત)એ મિલ્કતના ગુંમચ ઉભી કરવા તેમજ સલીમ પાસેથી પૈસા પડાવવા માટે જમીનના મુળ માલીક પાસેથી જુની તારીખમાં મિલકત ખરીદી હોવાના બોગસ લખાણો કર્યા હતા અને આ બોગસ લખાણોને આધારે કોર્ટમાં લીટીગેશન, કોર્ટમાં દાવા પ્રકરણો ઉભી કરી મિલકત પચાવી પાડવાનો કારસો કાઢ્યો હતો. બનાવ અંગે પોલીસે સલીમ રાણાની ફરિયાદ લઈ મોહમંદ સરફરાજ જમીલ અહેમદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application