Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાનો કેર યથાવત,બપોર સુધીમાં વધુ ૩૬ કેસ નોધાયા

  • June 11, 2020 

Tapi mitra news:સુરતને કોરોના વાયરસે ભરડામાં લીધુ છે. અને તેનો કહેર બકરાર રહ્યો છે. કોરોના સામેની લાંબી લડાઈ અને ચાર લોકડાઉન વચ્ચે સંક્રમણ વધતા જતા કેસોમાં હવે શહેરમાં ૨૩૧૦ કેસો થઈ જતા તંત્ર માટે લોકડાઉન કરતા અનલોક-૧ મોટો પડકાર બની શકે છે. આજે સવારે શહેરમાં વધુ ૩૬ કોરોના પોઝિટિવ કેસો નોધાતા કુલ કેસની સંખ્યા  ૨૩૪૬  ઉપર પહોચી છે જયારે મુત્યુંઆંક ૯૧ ઉપર પહોચી ગયો છે. કોરોના વાયરસ સંક્રમણ શહેરમાં રફતાર તેજ ગતિએ પકડી રહી છે. પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્ના છે. મનપાના તંત્ર દ્વારા કોરોના વાયરસને અંકુશમાં લેવાના તમામ પ્રયાસો વચ્ચે લોકલ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. કતારગામ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ અને લસકાણા લૂમ્સ ઈન્ડસ્ટ્રીઝના કામદારોનું સંક્રમણ છેલ્લા એક સપ્તાહથી વધુ સામે આવી રહ્નાં છે. ત્યારે શહેરમાં આજરોજ વધુ ૩૬ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૩૪૬ ઉપર પહોચી ગયો છે સામે મરણાંક ૯૧ ઉપર પહોચ્યો છે જો કે અત્યાર સુધીમાં  ૧૪૬૭ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application