Tapi mitra news:વરાછા બરોડા પ્રિસ્ટેઝ પાસે જાહેર રોડ ઉપર શાકભાજીની લારીવાળાએ સોશ્યિલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી લારીની આજુબાજમાં આઠેક જેટલા ગ્રાહકોને ઉભા રાખતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો ગઈકાલે પેટ્રોલીંગમાં હતા તે વખતે બરોડા પ્રિસ્ટેજ પાસે જાહેર રોડ ઉપર દિપક દેવરાજ રાજકોટીયા (દેવીપુજક) શાકભાજીની લારી લઈને ઉભો હતો અને લારીની ચારેય બાજુ આઠેક ગ્રાહકો હતા. રાજય સરકાર દ્વારા કોરોના વાયરસ વધુ પડતો ન ફેલાય તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય ચીજવસ્તુઓ પર પ્રતિંબધ મુક્યો છે. અને તેના તકેદારીના ભાગરૂપે અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ કોરના વાયરસને ફેલાતો અટાકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધ હોવા છતા દિપકે જાહેરમાં શાકભાજીની લારી રાખી સાતથી આઠ માણસોને ટુળુ એકઠું કયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application