Tapi mitra news:બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાયો હતો, અને સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે ધોરમાર વરસાદ પડી રહ્યો હતો. જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડતો હતો તે જોતા જાણે ચોમાસા ૠતુનો વિધિવત પ્રારંભ થયો હોય અને ચોમાસુ વહેલુ બેઠું હોય તેમ લાગતુ હતું જોકે હવામાન વિભાગ દ્વારા ચોમાસાનો સત્તાવાર રીતે આગામન ૨૦મી જુન થશે હોવામું જણાવ્યું છે. સતત ત્રણેક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડતા વરસાદે આજે સવારે ઉઘાડો લીધો હતો જેના કારણે નોકરી વેપાર ધંધા પર જતા લોકોએ રાહત અનુભવી છે. જો કે વિતેલા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લામાં નોધાયો છે. નવસારીમાં એક ઈંચ, ગણદેવીમાં દોઢ ઈંચ, વાંસદામાં ત્રણ ઈંચ, ખેરગામમાં અડધો ઈંચ પડ્યો હતો તો સુરતના ચૌર્યાસીમાં અડધો ઈંચ, વરસાદ નોધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી જાણે સાચી પડી હોય તેમ છેલ્લા બે ત્રણ દિવસથી રોજ સવારે વરસાદીમય વાતાવરણ સર્જાય વરસાદ તુટી પડ્યો હતો. રોજ સવારે પડતા વરસાદે આજે સવારથી ઉઘાડો લીધો છે. સુરત જિલ્લા કલેકટર કચેરીના ફ્લ્ટ કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ બુધવારના સવારે છ વાગ્યાથી ગુરુવારના એટલે આજે સવારે છ વાગ્યાના ચોવીસ કલાકમાં ચોર્યાસીમાં ૧૫ મી.મી, માંગરોલમાં ૧૦ મી.મી, ઓલપાડમાં ૮ મી.મી, સુરત સીટીમાં ૬ મી.મી જયારે બાકીના બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, પલસાણા અને ઉમરપાડા તાલુકામાં કોરાકટ નોધાયા છે. તાપી જિલ્લામાં ડોલવણમાં ૬ મી.મીને બાદ કરી બાકીના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, વ્યારા, વાલોડ અને સોનગઢમાં કોરાકટ રહ્ના છે.નવસારી જિલ્લામાં નવસારીમાં ૨૨ મી.મી, જલાલપોરમાં ૧૬ મી.મી, ગણદેલીમાં ૩૦ મી.મી, ચીખલીમાં ૬. મી.મી, વાંસદામાં ૭૦ મી.મી, ખેરગામમાં ૧૭ મી.મી, ને વધઈમાં ૨ મી,મી વરસાદ નોધાયો છે જયારે આજે સવારે ચાર કલાકમાં જલાલપોરમાં ૬, ગણદેવીમા ૧૧ અને ચીખલીમાં ૧ મી.મી નોધાયો હતો. વલસાડ જિલ્લાના ધમરપુરમાં ૨ અને વલસાડમાં ૪ મી.મી વરસાદ જયારે બાકીના ઉમરગામ, કપરાડા, પારડી અને વાપીમાં નહીવત વરસાદ નોધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500