Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અપડાઉન કરતા કોરોના યોદ્ધા અને અન્ય નોકરી કરનારા માટે ટ્રેન શરૂ કરવા માંગ

  • June 11, 2020 

Tapi mitra NEWS:અનલોક 1 તબક્કામાં નોકરી-ધંધા બાદ ધાર્મિક સ્થળો સહિતની મોટાભાગની છૂટછાટ મળી ગઈ છે પણ છેલ્લા અઢી માસથી ટ્રેન વ્યવહાર બંધ છે. જેના પગલે સુરતથી દક્ષિણ ગુજરાત વિવિધ વિસ્તારમાં અપડાઉન કરતા શહેરના કોરોના યોદ્ધા એવા કે નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારી તથા અન્ય નોકરી કરતા વ્યક્તિઓ પેસેન્જર જેવી ટ્રેન શરૂ કરવા માટે માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળે છે. લોક ડાઉન અગાઉ સુરતમાં નોકરી અને ધંધો કરનાર વ્યક્તિઓ ઇન્ટરસિટી, પેસેન્જર, મેમુ, સેટર જેવી ટ્રેનમાં નવસારી, ચીખલી, અમલસાડ, બીલીમોરા, વલસાડ, સાયણ, કીમ, અંકલેશ્વર, ભરૂચ જેવા વિસ્તારમાં અપડાઉન કરતા હતા. જેમાં નવી સિવિલ હોસ્પિટલ 200 જેટલી નર્સિંગ સ્ટાફ અને સ્મીમેર હોસ્પિટલના 50 જેટલા નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ, કોલેજ- સ્કૂલના સ્ટાફ તથા અન્ય નોકરી અને ધંધો કરનાર વ્યક્તિ સુરતથી ટ્રેનમાં અપડાઉન કરતા હતા. જોકે અનલોક 1 તબક્કામાં મોટાભાગની છૂટછાટ મળતા મોટાભાગનું બધું ખુલી ગયું રહ્યું છે, પણ હજુ ટ્રેન વ્યવહાર શરૂ થયો નથી. જેના લીધે સુરતમાં નોકરી કરતા કોરો યુદ્ધા અને અન્ય નોકરીએ જતા વ્યક્તિઓ હાલાકી વેઠી રહયા હોવાનું જાણવા મળે છે.નોંધનીય છે કે છૂટછાટ મળ્યા બાદ કેટલાક નર્સિંગ સ્ટાફ વાહન ભાડે કરીને ઘરે જાય છે તો કેટલાક ક્વાટર્સમા રહે છે. જ્યારે સુરતમાં નોકરી કરતા કેટલાક વ્યક્તિઓ પોતાના વાહન લઇને જીવના જોખમે નોકરી પર આવવું પડે છે તો કેટલાક તેમના મિત્ર સાથે અપડાઉન કરતા હોવાનું જાણવા મળે છે. આવા સંજોગોમાં નોકરિયાત વ્યક્તિઓ માટે સવાર-સાંજ એક બે ટ્રેન શરૂ થાય એવી માંગ ઉઠી છે. આ અંગે અગાઉ રેલ્વે અધિકારીને રેલવેના ઝેડ આર. યુ. સી. સીના સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી, છતાં ટ્રેન શરૂ નહિ થતા કોરોના યોદ્ધા સહિતનાઓ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application