Tapi mitra સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોમાં વારંવાર હાથ ધોવાની આદત કેળવવા સુમન અભિયાન શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાને ટૂંકાક્ષરીમાં ‘સુમન’ પણ કહેવામાં આવે છે. ‘સુમન ઓકે’ એટલે SUMAN માં S = સીધા હાથ, U= ઉલટા હાથ, M= મધ્ય ભાગ, A= આંગળીઓ અને N= નખ OK= કાંડું, કલાઈ એમ હાથના તમામ ભાગોને વૈજ્ઞાનિક રીતે ધોવા માટે પ્રેરિત કરતાં અભિયાનથી લોકો અવારનવાર હાથ ધોઈને કોરોના સંક્રમણથી બચી શકશે. ‘હાથ ધોવાની સરળ રીતને બનશે જીવ બચાવનારી શીખ’ આ સૂત્ર આપતાં મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, કોરોના સામે આપણા સ્વચ્છ હાથ સમાજ, ઘર-પરિવારને બચાવશે. વારંવાર હાથ ધોવા, ખાંસી હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ કોરોના વાઈરસને રોકવા માટેના અસરકારક ઉપાય છે.
શ્રી પાનીએ હાથ ધોવાની ટેવ પાડવામાં આવે તો કોરોના સામે લડવાની સાથોસાથ અનેક સંક્રામક રોગોથી પણ રક્ષણ મેળવી શકાય છે એમ જણાવતાં ઉમેર્યું કે, 'HYGIENE' –હાઈજીન શબ્દનો અર્થ થાય છે ‘સ્વચ્છ જીવનની આદતો કે જે આપણને તંદુરસ્ત રાખે છે’ એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે. શહેરીજનો હેલ્થ અને હાઈજીન પ્રત્યે જાગૃત્ત બની હાથ ધોવા જેવી કેટલીક આદતો કેળવી તો કોરોના સહિત અનેક પ્રકારના રોગોના સંક્રમણથી આપણે સુરક્ષિત રહી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application