Tapi mitra news:ખજોદ ખાતે ડાયમંડ બુસ પાસે ગટર લાઈનના ખોદેલા ખાડામાં લેવલ કરતી વખતે ધસી પડેલી માટી નીચે બે શ્રમજીવી યુવાનો દબાઈ જતા ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે બંને યુવાનો મોતને ભેટ્યા હતા. પ્રોજેક્ટ સુપરવાઇઝર કનુ રાઠોડ અને ઍન્જિનિયર વરૂણ પટેલની બેદરકારી સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો
સચીન જીઆઇડીસી રોડ પર ખજોદ ખાતે ડાયમંડ બુસની પીઍસપી પ્રોજેક્ટની કોલોનીમાં રહેતો ૨૦ વર્ષથી અશોક રવિન્દ્ર યાદવ, ૨૫ વર્ષનો રાહુલ રામસોચ રાજભર સહિત છ શ્રમજીવીઓને ગઈકાલે સાંજે ખજોદ ખાતે પીઍસપી પ્રોજેક્ટ ડાયમંડ બુશ પાસે ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં લેવલ કરતા હતા. તે સમયે અચાનક માટી ધસી પડતા શ્રમજીવી અશોક અને રાહુલ દબાઈ ગયા હતા જેથી અન્ય મજૂરો માટે દોડધામ થઈ જવા પામી હતી અને તરત જ બંને અન્ય સમયે બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.નોંધનીય છે કે પીઍસપી પ્રોજેક્ટ સુપરવાઇઝર કનુ રાઠોડ અને ઍન્જિનિયર વરૂણ પટેલ શ્રમજીવી અને કોઈ સેફટીના સાધના રાખેલા ન હતા અને તેમની બેદરકારી ના લીધે બંનેના મોત નિપજ્યા પોલીસે ગુનો નોંધ્યો હતો આ અંગે ખટોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application