Tapi mitra News:ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. બાળકી ઘરમાં ઍકલી હતી અને માતા પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન સાવકા પિતાઍ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે બાળકીની માતાઍ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ પોસ્કો સહિતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડુમસ પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર આરોપી બબલિ તુરી રહે.ઍબીજી કોલોની મગદલ્લા બંદર ડુમસ મૂળ વતન પકોરા ઝારખંડનાઍ નવ વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. માતા આઠમી જૂનના રોજ સાંજના સમયે છ વાગ્યાથી સાડા સાતેક વાગ્યા દરમિયાન તેમની કોલોનીમાં પાણી ભરવા માટે ગયા હતાં. આ દરમિયાન નવ વર્ષની દીકરી ઘરે ઍકલી હતી. જેથી આરોપી બબલિઍ ઍકલતાનો લાભ લઈને બાળકી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ બાળકીની માતાને થતાં તેમણે બાળકીની પુછપરછ કરી હતી. બાળકીઍ અગાઉ ઍકાદ વર્ષ પહેલા પણ બબલિઍ ત્રણેક વખત આ રીતે જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી માતાઍ હિંમત ઍકઠી કરીને આરોપી બબલિ વિરૂધ્ધ કન્ટ્રોલમાં ફોન કરીને જાણ કરી હીત. બાદમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલ ઓફિસર ડો.ઓમકાર ચૌધરીઍ તબીબી પરીક્ષણ બાદ માસૂમને દાખલ કરી છે. માસૂમ બાળકીના ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યાં છે. સોમવારની સાંજે બનેલી ઘટના બાદ પોલીસ માસૂમ મેં વહેલી સવારે તબીબી પરીક્ષણ માટે લઈ આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.મેડિકલ ઓફિસર ડો. ઓમકાર ચૌધરી કહે છે કે, ૩૦ થી ૪૫ મિનિટમાં તબીબી પરીક્ષણ કરાઈ તો પુરાવા મજબૂત બની શકે છે. જો કે, કપડાં પરથી લોહીના ડાઘ મળી આવ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application