Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૭ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૪ ટકા થયો છે. આજે ૫૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૩૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૦૩૫ હતી, જેમાં ૬૨ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૦૯૭ કેસો થયા છે. કુલ ૮૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૩.૯ ટકા રેટ મૃત્યુ દર છે.
મ્યુ.કમિશનરશ્રીએ જણાવ્યું કે, બે વસ્તુથી આપણે ચેપથી દુર રહી શકીએ એક તો માસ્ક પહેરવા અને બીજુ મો પર હાથ ન અડકે તે ખૂબ જ જરૂરી છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૧૭ કેસો મળી આવ્યા છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૭૦૬૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૪૦ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૯૫ લોકો છે. ૧૬૮૪ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૫૪ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો જાય છે તેથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.કોરોનામાં કોઈ પણ દર્દી જો શરૂઆતમાં જ સારવાર લેવાનું ચાલુ કરે તો તેની બચવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આજે એક લાખ કરતા વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોમાં જાય ત્યારે સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટીલ પરિસ્થિતિમાં સતત કામ કરે છે તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ.નોંધનીય છે કે,સુરત શહેરના ૨૦૯૭ અને જિલ્લાના ૧૭૨ કેસો મળી કુલ ૨૦૯૮ કેસો નોંધાયા છે
High light-સુરત જિલ્લામાં આજે ૦૬ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૧૭૨
Tapi mitra news:સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૬૬ હતી, જેમાં આજે ૦૬ કેસનો વધારો થવાથી આજે કુલ ૧૭૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ૦૫, કામરેજ તાલુકાના ૦૧ કેસ એમ ૦૬ કેસ મળી કુલ ૧૭૨ કેસો આવ્યા છે. દાખલ થયેલા પોઝિટીવ કેસો પૈકી ૭૬ દર્દીઓ સ્ટેબલ છે. ૭૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૮૪૮ ઘરો અને કુલ વસ્તી ૭૭૯૪૨ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૮૬ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૧૦૭ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૪૭ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૧૫૪ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૨૯ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૧૫૪ લોકો હાલ હોમ કોરન્ટાઇન હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application