Tapi mitra news:ભગવાન પછી જેને સ્થાન આપ્યું છે તે તબીબે જ તબીબધર્મ લજાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શરીરે દુઃખાવો થતા સારવાર કરાવવા માટે ગયેલી મહિલા સાથે તબીબે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં આવેલ મોરંબા ગામે ખાનગી દવાખાનું ચલાવતા તબીબે મહિલા દર્દીની મરજી વિરુદ્ધ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તા.5મી જૂન નારોજ 30 વર્ષીય મહિલાના શરીરે દુઃખાવો થતા સારવાર કરવા માટે ડો.રાજેન્દ્ર ગોરજી ભાઈ ઠાકરે ના દવાખાને ગયેલ તે વખતે તબીબે મહિલાની મરજી વિરુદ્ધ જોર જબરજસ્તી કરી દવાખાનામાં મુકેલ લોખંડના પલંગ ઉપર સુવડાવી મોઢું દબાવી દઈ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમની ફરીયાદને આધારે નિઝર પોલીસ મથકે ડોક્ટર વિરુદ્ધ ઇપીકો કલમ 376(2)(ઇ) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application