Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

8 જૂનથી ગુજરાતમાં હોટલો,રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા જઈ રહ્યાં છે,આ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

  • June 07, 2020 

Tapi mitra News;કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો,રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ,રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ,રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે. High light-મોલ ખોલવા માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે..

  • મોલમાં પ્રવેશતી બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
  • એક-એક બેચમાં લોકોને મોલમાં એન્ટ્રી આપવામાં આવશે.
  • મોલમાં મર્યાદિત લોકોને જ એન્ટ્રી મળશે.
  • મોલમાંની બેન્ચ પર સમય સમયે જુદી જુદી વ્યક્તિઓ બેસતી હોવાથી તેના દરવાજાના નોબને જુદી જુદી વ્યક્તિઓ પ્રવેશતી હોવાથી તેને વારંવાર સાફ કરવું જરૂરી છે.
  • લિફ્ટના બટન અને એલિવેટરની રેલિંગ પણ વારંવાર સાફ કરવી પડશે.   
High light-હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
  • હોટલ રેસ્ટોરન્ટ્સમાં બેસવાની ક્ષમતાના માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ અપાશે.
  • મેનુ એક ગ્રૂપના લોકોને આપ્યા બાદ બીજા ગ્રૂપને આપી શકાશે.
  • લોકો પાર્સલ લઈ જાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ડિલીવરી કરવા જનાર વ્યક્તિનું ફરજિયાત સ્ક્રીનિંગ થવુ જરૂરી છે.
આ ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં એસી માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ પાલન કરવું પડશે. તેમજ આ સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ હોટલના સંચાલકોએ ટ્રાવેલરની હિસ્ટ્રી રાખવી પડશે.. લગેજને સેનેટાઈઝ કર્યા બાદ જ હોટલમાં અંદર લેવામાં આવશે. તેમજ હોટલના સ્ટાફ એકબીજા સાથે ઈન્ટરકોમથી વાત કરે તેવી વ્યવસ્થા રાખવી પડશે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application