Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.6 જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે 63 ટકા થયો છે. આજે 35 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 1282 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા 1958 હતી, જેમાં 77 કેસોનો વધારો થવાથી આજે કુલ 2035 કેસો થયા છે. કુલ 80 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 3.9 ટકા રેટ મૃત્યુ દર છે.પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ 19 કેસો મળી આવ્યા છે.સુપરસપ્રેડરમાં સતત વધારો થતો જાય છે જેમાં બસના ડ્રાઈવર, ઝેરોક્ષવાળા વગેરે નો સમાવેશ થાય છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે,આજની સ્થિતિએ 6798 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 469 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 165 લોકો છે. 1732 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ 55 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો જાય છે તેથી તેની સંખ્યા વધારવામાં આવી છે. 60 જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. હાલ ઘરે જ સારવાર લેવાની ચાલુ કરવામાં આવ્યું છે. કોવિડ-19ની સારવારમાં જો જરૂરીયાત લાગે તો તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવશે.મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોમાં જાય ત્યારે સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ ઝટીલ પરિસ્થિતીમાં કામ કરે છે તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ. પ્રિમોનસુનની કામગીરી લગભગ 98 ટકા જેટલુ કરવામાં આવ્યું છે.
High light-સુરત જિલ્લામાં આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા 166
Tapi mitra news:સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા 150 હતી, જેમાં આજે 16 કેસનો વધારો થવાથી આજે કુલ 166 કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના 01, કામરેજ તાલુકાના 12, પલસાણા તાલુકાના 01 તેમજ માંડવી તાલુકાના 02 કેસ મળી 16 કેસ મળી કુલ 166 કેસો આવ્યા છે. દાખલ થયેલા પોઝિટીવ કેસો પૈકી 70 દર્દીઓ સ્ટેબલ છે.64 એક્ટિવ ક્લસ્ટર જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ 18232 ઘરો અને કુલ વસ્તી 75553 જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની 176 ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં 2040 લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે 195 નવા લોકોનો ઉમેરો થતા કુલ 2235 લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે 128 લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ 2107 લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application