Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:બોમ્બે માર્કેટમાં ભાડા બાબતે ભાડુઆતોનું વિરોધ પ્રદર્શન

  • June 06, 2020 

Tapi mitra news:બોમ્બે માર્કેટની દુકાનોનું લોકડાઉનના સમયના ૨ માસનું ભાડું માફ કરવા તથા આગામી ૬ માસના ભાડામાં ૫૦ ટકા રાહતની માંગ સાથે ૪૦૦થી વધુ ભાડુઆતી વેપારીઓ દ્વારા ગત ગુરૂવારથી ધરણાં કરવામાં આવી રહ્યા છે. તા.૫મી જૂને પણ ભાડાના મુદ્દે દુકાન માલિકો અને ભાડુઆતી દુકાનદારો વચ્ચે સમજૂતી નહીં થતાં ભાડુઆતી દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માર્કેટના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોરોના વાયરસના કારણે સુરતનો ડાયમંડ અને કાપડ ઉદ્યોગ સંપુર્ણ ઠપ્પ થઇ જવા પામ્યો છે. અનલોક - ૧ માં કાપડ અને હિરા ઉદ્યોગ અમુક શરતોને આધીન ચાલુ કરવાની સરકારે પરવાનગી આપી છે. પરંતુ વેપારીઓએ દુકાનો તો ખોલી પણ હજુ સુધી ગાડી પાટા પર ચઢી નથી. ખાસ કરીને વરાછા જુની બોમ્બે માર્કેટમાં વેપારીઓની હાલત કફોડી બની છે. આ માર્કેટમાં ૪૦૦થી વધુ વેપારીઓ ભાડાની દુકાન રાખીને ધંધો કરી રહ્ના છે. છેલ્લાં ૩ મહિનાથી ધંધો બંધ હોવાથી દુકાનના માલિકો ભાડુ માંગતા ભાડુઆત વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લાં ૧૨ દિવસથી વેપારીઓ રોજ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી માર્કેટના કેમ્પસમાં બેસી બે મહિનાનું ભાડુ માફ કરવાની માંગની સાથે આગામી ૬ મહિના સુધી ૫૦ ટકા સુધી ભાડુ વસુલવામાં આવે તેવી માંગણી કરી રહ્ના છે. પરંતુ ૩૦ થી ૪૦ ટકા દુકાનદારોએ વેપારીઓની માંગણીઓ સ્વીકારી છે. કેટલાંક દુકાનદારો હજુ પણ વેપારીઓની માંગણી સ્વીકારવા તૈયાર નથી. જેથી વેપારીઓ રોજ સવારે ધરણાં કરી પોતાની માંગણી ન સ્વીકારે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવાની ચિમકી આપી છે. ભાડુઆત દુકાનદારોનું લગભગ એક લાખથી બે લાખ સુધીનું ભાડુ હોવાથી તે આપવું હાલની પરિસ્થીતીમાં અશકય છે. જા દુકાન માલિકો તેમને સપોર્ટ કરે તો તેમની ગાડી પાટા પર ચઢી તેઓ આગળ વધી શકે છે તેમ છે. પણ હાલ હજુ પણ કેટલાંક દુકાન માલિકો ન માની રહ્ના હોવાથી આ વિરોધ થઇ રહ્ના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application