Tapi mitra news:સુરતમાં કોરોનાની રફતાર પ્રતિદિન વધી રહી છે. જેના લીધે દર્દીઓની સંખ્યામાં સાથે મૃત્યુઆંક પણ રોજ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના ૮૦ વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે રોજના ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં ૪૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૧૬૫-દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૬-વેન્ટિલેટર, ૨૧-બીપેપ અને ૧૨૦ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ રાત - દિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. શુક્રવારે પણ કોરોના વાયરસના સુરત શહેરમાં નવા ૫૧ કેસ નોધાતા પોઝીટીવ આંક ૨,૦૦૯ પર પહોચ્યો છે.બીજી બાજુ જીલ્લામાં અત્યાર સુધી ૧૫૦ પર આંક પહોચ્યો છે.આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૨,૧૫૯ પર પહોચી છે. કોરોનાને મ્હાત આપી ૧,૩૪૧ લોકો સાજા પણ થયા છે.
લોકડાઉન પુર્ણ થયા બાદ સરકારે અનલોક -૧ ની જાહેરાત કર્યા બાદ અનેક છુટછાટો આપતા શહેરી જનજીવન ધબકતુ થયુ છે. પરંતુ લોકો લોકડાઉન બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ ૧૯ની ગાઇડ લાઇન એટલે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ ,માત્ર ફેશન પુરતુ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લાં પાંચ - છ દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. બુધવાર -ગુરૂવાર અને શુક્રવારે મળી કુલ ૨૮૭ કેસ નોધાયા હતા. જેના કારણે સુરતમાં ૩ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. શનિવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૫૧ કેસો સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. સુરતમાં અત્યાર સુધી ૨,૧૫૯ કેસો થયા છે. તેની સામે ૧,૩૪૧ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્યો છે. સુરતનો રીકવરી રેટ ૬૫ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૮૦ ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધવાની શકયતા દેખાઇ રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં આજે ૪૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૧૬૫ - દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૬ - વેન્ટિલેટર, ૨૧ - બીપેપ અને ૧૨૦ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ રાત - દિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્ના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application