Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડના બરબોધનની રામા પેપર મિલના બોઈલરમાં બ્લાસ્ટ:બોઈલર ફાટ્યા બાદ આગ લાગી,ત્રણની હાલત ગંભીર

  • June 06, 2020 

Tapi mitra news:ઓલપાડ તાલુકાના બરબોધન ગામ ખાતે આવેલ રામ પેપર મિલમાં સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરી રહેલા ચારથી પાંચ કામદારો બ્લાસ્ટમાં દાઝી જતાં તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૩ ની હાલત ગભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર હાલતમાં દાઝી ગયેલા ત્રણ જેટલા કામદારોને સુરતની બીએપીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.બ્લાસ્ટની અવાજ આજુબાજુના ગામોમાં પણ સાંભળતા લોકો દોડી આવ્યા હતા. ઓલપાડ તાલુકામાં બરબોધન ગામે આવેલી રામા જન પેપર મિલમાં સવારે આઠ વાગ્યાના અરસામાં અચાનક બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની અવાજ આજુબાજુના ગામોમાં પણ સંભળાતા લોકો દોડી આવ્યા હતા. આ બ્લાસ્ટમાં ચારથી પાંચ કામદારો દાઝી ગયા હતા. જેમાંથી પાંચ પૈકી મેનેજર ૩૫ વર્ષિય સુરેન્દ્ર જાદવ,કામદાર ૩૨ વર્ષિય મનોજ યાદવ અને ૨૮ વર્ષિય બ્રિજેશ મુખિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ બ્લાસ્ટને લઈને રામા પેપર મિલના માલિકોની ગંભીર બેદરકારી બહાર આવી છે. કંપનીમાં ડોક્ટરનો અભાવ હતો. એમ્બ્યુલન્સ રૂમમાં કોઈ સગવડ ના હતી. કર્મચારી ઓ સેફ્ટી શૂઝ , હેલ્મેટ ,સેફ્ટી ગોગલ્સ ,સેફ્ટી સૂટ જેવી સેફ્ટીની કોઈપણ જાતની સુવિધા આપવામાં આવીના હોવાના આક્ષેપ કરાયા છે.આ ઉપરાંત મામલતદારની ટીમ તલાટી પોલીસ અને જીપીસીબીની ટીમને પણ અંદર જતા અટકાવી હતી.જેથી તાત્કાલિક વધુ દાઝી ગયેલા ૩ કામદારોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સુરતની બીએપીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બીજી તરફ દુર્ઘટનાના પગલે ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરાયું હતું.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application