Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના બાબેનમાં 64 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

  • June 06, 2020 

Tapi mitra news:અમદાવાદ બાદ સુરતની સ્થિતિ પણ ગંભીર બનતી જઇ રહી છે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના બારડોલીમાં કોરોના પોઝિટિવ નો ત્રીજો કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. મળતી માહિતી અનુસાર બારડોલીના બાબેન વિસ્તારમાં આવેલ ડ્રાયવર કોલોનીમાં રહેતી 64 વર્ષીય એક મહિલા બીમાર થતા તેને તા.ચોથી જુન નારોજ બારડોલીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેણીને કોરોના લક્ષણો જણાતા તાત્કાલિક સુરત ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેના સેમ્પલ લેવામાં આવતા આજરોજ મહિલા કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટમાં સામે આવ્યું છે. મહિલા છેલ્લા એકાદ મહિનાથી ડ્રાયવર કોલોનીમાં જ રહેતી હતી,હાલ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી. હાલ મહિલા સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application