Tapi mitra News;સુરતના વરાછા મીનીબજાર ભાતની વાડી સ્થિત શિવ શંકર પાર્વતી સોસાયટીમાં રહેતા ડોક્ટરક્લિનિક ગયા હતા અને પરિવારજનો પહેલા માળે મહેમાનો સાથે બેસેલા હતા ત્યારે ત્રાટકેલા તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો હોય ત્યાંથી બેગ અને કબાટ માંથી રૂ.૧.૭૦ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતા. બપોરે ડોક્ટર પરત ફર્યા અને પહેલા માળે બેસેલા પરિવારજનોને પૂછતાં ચોરીની જાણ થઈ હતી.
સુરતના વરાછા મીનીબજાર ભાતની વાડી સ્થિત શિવ શંકર પાર્વતી સોસાયટી ઘર નં.૧૫૩ માં રહેતા ૩૧ વર્ષીય નરેશભાઈ ઘનશ્યામભાઈ વડસક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. બુધવાર નારોજ નિત્યક્રમ મુજબ ૮:૩૦ વાગ્યે તે ક્લિનિક ઉપર ગયા હતા અને બપોરે ૧૨:૧૫ કલાકે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને પરિવારજનો મહેમાનો સાથે પહેલા માળે બેસેલા હતા. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેમની બ્લ્યુ બેગ નજરે ન ચઢતા તેમણે ઉપર જઈ પરિવારજનોને વાત કરી ત્યારે બધા નીચે આવ્યા હતા. નીચે આવી જોયું તો બેગ ન હતી. ઉપરાંત, લાકડાના કબાટના બે લોક તૂટેલા હતા. તપાસ કરતા તેમાંથી આશરે અઢી તોલાની સોનાની ૯ વીંટી, આશરે સાડા ચાર તોલાની સોનાની ૩ બ્રેસ્લેટ, નાની છોકરીની સોનાની ઝાંઝર અને બ્રેસ્લેટ મળી આશરે દોઢ તોલા જેટલા વજનના રૂ.૧.૭૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે ડોકટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application