Tapi mitr News;કોરોના વાઇરસનું સર્ક્મણ અટકાવવા છેલ્લા બે મહિનાથી લૉકડાઉન આપવામાં આવ્યુ હતું. જેને કારણે કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. જોકે, કાપડ વણાટ ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારી દ્વારા બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.બંધ રહેલાં વિવિગ એકમોને ફિક્સ અને સરેરાશ ચાર્જ ગણીને વીજ બિલ આપવાના વીજ કંપનીના નિર્ણયના વિરોધમાં બહિષ્કાર મુદ્દે કારખાનેદારોનો ટેકો સુરત વિવિગ એસોસિએશનને મળી રહ્યો છે. ગઇકાલ સુધીમાં ૪૦૦થી વધુ કારખાનેદારોએ વીજ બિલ અને વિગતો આપી હતી.
કોરોના વાયરસને લઇને દેશભરના વેપાર ઉદ્યોગ ધંધા બે મહિના બંધ હતા. ત્યારે સુરતનો કાપડ વણાટ ઉદ્યોગ પણ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે લૉકડાઉનમાં છૂટછાટ મળે તે પહેલા આ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો વતન તરફ હિજરત કરી ગયા હતા. ત્યારે સતત બે મહિના બંધ રહેલા ઉદ્યોગ ને આજે જીઇબી વીજ કંપની દ્વારા એવરેજ બિલ આપવામાં આવતા વેપારીઓમાં નારાજગી સાથે રોષ જોવા માંડ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ સાયણં રોડની અંજની ઇન્સ્ટ્રીયલ વિવર્સ દ્વારા પોતાના કારખાના બહાર બેનર લગાવી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. સતત ઉદ્યોગ બંધ હોવા છતાંય કંપની પોતાના મનસ્વીપણે વીજ બિલ મોકલીને વતન ઉદ્યોગમાં થયેલા નુકસાન સામે જોવાને બદલે પોતાના રૂપિયા કમાવા માટે બિલ મોકલીને વીવર્સને પડ્યા પર પાટુ મારી રહી છે.લોક ડાઉનમાં એપ્રિલ અને મે દરમિયાન ટેક્સટાઇલમાં વિવિગના એકમો સંપૂર્ણપણે બંધ હતાં. તેમ છતાં ફિક્સ ચાર્જ વસૂલવા માટેનો નિર્ણય વીજ કંપનીએ કર્યો હતો અને તે મુજબના બીલ કારખાનેદારોને મોકલ્યા હતાં. કેટલાંક બીલો સરેરાશ વપરાશ બાબતેના પણ હતાં.વીજ કંપની દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલાં ફિક્સ ચાર્જના વીજ બિલનો સૌથી પહેલો વિરોધ અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઉઠ્યો છે. અહીંના કારખાનેદારોને સરેરાશ રુ. ૧થી લઇને ૪ લાખ સુધીના વીજબીલ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application