Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકા લઈ જવાની લાલચ આપી ડેપ્યુટી સરપંચે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો

  • June 05, 2020 

Tapi mitra News;સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી ત્રણ વર્ષ અગાઉ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે કુંભારીયા ગામના ડેપ્યુટી સરપંચે તેને અમેરિકા લઇ જઈશ તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીને ભૂલનો અહેસાસ થતા તેણે પ્રેમ સંબંધ રાખવા ઇન્કાર કર્યો તો ડેપ્યુટી સરપંચે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરે બોલાવી ત્રણ વર્ષ સુધી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં યુવતીએ ગત ફેબ્રુઆરી માસમાં સબંધ તોડી સગાઈ કરી લેતા ડેપ્યુટી સરપંચે યુવતીના મંગેતરને સંબંધની જાણ કરતા યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. યુવતીએ આ અંગે પુણા પોલીસ મથકમાં ડેપ્યુટી સરપંચ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી ત્રણ વર્ષ અગાઉ અઠવાલાઇન્સ વિસ્તારની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે કામ અર્થે તેના પિતાને મળવા આવતા કુંભારીયા ગામના ડેપ્યુટી સરપંચ અને પુણા કુંભારીયા ટેકરા ફળીયુમા રહેતો ૩૭ વર્ષિય પરેશભાઇ ગોવિંદભાઇ પટેલ તેની કારમાં પ્રિયાને લેવા મુકવા કોલેજ આવતા હતા. ફોન ઉપર પણ અવારનવાર બંને વચ્ચે વાત થતી હતી અને તે સમયે પરેશે પ્રિયાને પોતાના ઘરે બોલાવી હતી. પ્રિયા તેના ઘરે પહોંચી ત્યારે કોઈ અન્ય હાજર ન હતું. પરેશે પ્રિયાને હું તને અમેરિકા લઇ જઈશ તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેવી મીઠીમીઠી વાતો કરી શરીર સંબંધ બાંધ્યો હતો. જોકેપ્રિયાને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે પ્રેમ સંબંધ આગળ નહીં ધપાવવા કહી દીધું હતું. તેમ છતાં પરેશ પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો. એક દિવસ પરેશે ફોન કરી ધમકી આપી હતી કે તુ મારી સાથે સંબધ નહી રાખીશ તો હું તને ગામમાં બદનામ કરી નાખીશ. મારી પાસે તારા ફોટા છે તે હું વાયરલ કરી નાખીશ અને તુ ગામમાં કે સમાજમાં તારૂ મોઢુ બતાવી શકિશ નહી. હું ડેપ્યુટી સરપંચ છુ મારૂ કોઇ કશુ બગાડી નહી શકે. પરેશની ધમકીને પગલે પ્રિયા તેને તાબે થઇ ગઈ હતી અને પરેશ તેને અવારનવાર પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. જોકેગત ફેબ્રુઆરી માસમાં પ્રિયાએ પરેશ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો અને આ અંગે કોઈને જાણ કરી ન હતી. ત્યારે પણ પરેશ તેને ફોન કરી સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપતો હતો. ફેબ્રુઆરી માસમાં જ પ્રિયાની સગાઈ પલસાણાના એક યુવક સાથે થતા પરેશ તે યુવકને મળ્યો હતો અને પ્રિયા અને તેની વચ્ચેના સંબંધની જાણ કરતા યુવકે સગાઈ તોડી નાખી હતી. પરેશે ફરી ધમકી આપી હતી કે બીજા કોઈ સાથે સગાઈ કરશે તો જાનથી મારી નાખીશ અને સમાજમાં વધુ બદનામ કરીશ. પ્રિયાએ છેવટે સમગ્ર બનાવ અંગે ફોઈને જાણ કર્યા બાદ ગતરાત્રે પરેશ વિરૂદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application