Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરટીઓ કચેરી કાર્યરત થતા લાઈન લાગી,પ્રવેશદ્વાર પર સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ મશીન મૂકાયા

  • June 05, 2020 

Tapi mitra News;કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે છેલ્લા ૭૫ દિવસથી બંધ આરટીઓ કચેરી કાર્યરત થઈ છે. જેમાં પ્રવેશદ્વાર પર સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ મશીન મૂકાયા છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કચેરી બહાર ગોળ સર્કલ બનાવ્યા છે. અરજદારો હાલ સર્કલમાં આવી રહ્યા છે. જેથી આરટીઓ કચેરી બહાર લાંબી લાઈન લાગી હતી. આરટીઓ કચેરીમાં અરજદારોએ તમામ પ્રકારની કામગીરી માટે અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરી છે. અપોઈન્ટમોન્ટ વગર કચેરીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. કચેરીમાં ક્લાર્ક કે આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ અરજદારોને પ્રવેશ અપાઈ રહ્યો છે. કચેરીમાં આવતા અરજદારોની યાદી પણ રાખવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન ૨૩મી માર્ચ ૨૦૨૦થી ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધીમાં કાચા લાયસન્સની અવધિ પુરી થઈ હશે તો પણ અરજદારો ૩૧ જુલાઈ સુધી પાકા લાયસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જોકેઅરજદારોએ ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને આરટીઓ કચેરીમાં આવવાનું રહેશે. હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ માટે બપોરે ૩ વાગ્યા પછીનો સમય રાખવામાં આવ્યો છે. ૩ વાગ્યા સુધીમાં આરટીઓ લાયસન્સ અને વાહનને લગતી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જાય છે. જેથી નંબર પ્લેટ લગાવવા માટે ૩ વાગ્યા બાદનો સમય રાખવામાં આવ્યો છે અને આરટીઓમાં ભીડ ઓછી થાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application