Tapi mitra News;વ્યારાના ઊંચામાળા ગામ પાસે ટવેરા ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટવેરા રસ્તા ઉપર ફંગોળાઈ હતી જેના કારણે ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે 12 જેટલા મજૂરોને ઓછી વત્તી ઈજા પહોચતા વ્યારાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર વ્યારા-કાકરાપાર માર્ગ પર આવતું ઊંચામાળા પાસે ટવેરા નંબર જીજે જીજે/21/એએ/2035 ગાડી રસ્તા ઉપર ફંગોળાઈ હતી,આ અકસ્માતમાં ટવેરામાં સવાર 12 મજુરોને ઈજા પહોચી હતી જયારે ગાડીનો ચાલક અર્જુનભાઈ નરેન્દ્રભાઈ ગામીત રહે,ઊંચામાળા,ભાઠી ફળિયું-વ્યારા નાઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે રજીસ્ટર થયો છે, ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે જનક હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક જણાને વધુ સારવાર અર્થે સુરત ખાતે રીફર કરવામાં આવ્યો છે, બનાવ અંગે પંકજભાઈ ગુલાબભાઈ ગામીત રહે,ઊંચામાળા,ભિલાવાડી ફળિયું-વ્યારા નાઓનું જણાવ્યા અનુસાર તા.ચોથી જુન ના રોજ રાત્રીના નવેક વાગ્યે 12 મજૂરો સાથે અર્જુનભાઈ ગામીતની ટવેરા ગાડીમાં બેસી પંકજભાઈ ચૌધરી રહે,ઊંચામાળા,ભાઠી ફળિયું નાઓના ખેતરે ભાત ઝુડવાની મજુરીકામે ગયેલ, ભાત ઝૂડી તમામ મજૂરો ટવેરા ગાડીમાં બેસીને મોડીરાત્રે આશરે 1:00 કલાકના અરસામાં પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા તે વેળાએ ઊંચામાળા ગામની પ્રાથમિક શાળા પાસે ટવેરા ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટવેરા રસ્તા ઉપર ફંગોળાઈ ગઈ હતી. તેમાં સવાર 12 મજૂરોને ઈજા પહોચી હતી જયારે ગાડીનો ચાલક અર્જુનભાઈ ગામીતનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, કાકરાપાર પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
High light-ભાત ઝૂડી તમામ મજૂરો ટવેરા ગાડીમાં બેસીને મોડીરાત્રે આશરે 1:00 કલાકના અરસામાં પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા તે વેળાએ ઊંચામાળા ગામની પ્રાથમિક શાળા પાસે અકસ્માત નડ્યો...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500