Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૫મી જૂનથી સુરતના રસ્તાઓ પર બી.આર.ટી.એસ. બસો નિયમપાલન સાથે ફરી એક વાર દોડતી થઈ જશે.

  • June 04, 2020 

Tapi mitra news:સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સિટીલિંક લિ. હેઠળ શહેરીજનોને પુરી પાડવામાં આવતી જાહેર પરિવહનની સેવા કોરોના વાયરસની મહામારીને કારણે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી હતી. હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તા.૦૧/૦૬/૨૦૨૦ થી આપવામાં આવેલ છૂટછાટ અને રાહતોને ધ્યાને લઇ ૫૦% સીટ ઉપર જ મુસાફરોને બેસાડવા, મુસાફરો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનું પાલન તથા ફરજિયાતપણે માસ્ક પહેરવાની સૂચના સાથે પુન: શરૂ કરવામાં આવી છે. તા.૫મી જૂનથી સુરતના રસ્તાઓ પર સિટીલિંક બી.આર.ટી.એસ. બસો નિયમપાલન સાથે ફરી એક વાર દોડતી થઈ જશે.વધુમાં બી.આર.ટી.એસ બસ સેવા તબક્કાવાર રીતે સાવચેતીપૂર્વક શરૂ કરવાના ધ્યેયથી તા.૦૫/૦૬/૨૦૨૦ નાં રોજથી ૧૭A-પાલ આર.ટી.ઓ.થી કામરેજ ટર્મિનલ, ૨૦-ગજેરા સર્કલથી ખરવરનગર, ૨૨-ઉત્રાણ આર.ઓ.બી. થી સરથાણા નેચર પાર્ક રૂટની બસ  સેવા શરૂ કરવામાં આવનાર છે. તેમજ લિનિયર બસ સ્ટોપ, ગોલ્ડન ગેટ સર્કલ, સહારા દરવાજા બસ સ્ટોપ કન્ટેઈમેન્ટ વિસ્તારને કારણે બંધ રહેશે.શહેરીજનોએ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વખતોવખત નિર્દેશિત કરવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખી તકેદારી રાખવાની રહેશે, તેમજ માસ્ક ન પહેરનાર અને સોશ્યલ ડિસ્ટન્સીગનું પાલન ન કરનાર વ્યક્તિને મુસાફરી કરવા દેવામાં આવશે નહીં જેની શહેરીજનોએ નોંધ લેવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application