Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૧૮૫૭ અને જિલ્લાના ૧૪૩ કેસો મળી કુલ ૨૦૦૦ કેસો નોંધાયા,કુલ ૭૬ દર્દીઓના મૃત્યુ

  • June 04, 2020 

Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૪ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૫.૩ ટકા થયો છે. આજે ૪૪ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૨૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૭૮૧ હતી, જેમાં ૭૬ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૮૫૭ કેસો થયા છે. કુલ ૭૬ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૧ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૫ કેસો મળી આવ્યા છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, નિયમોનું પાલન ન કરતા દુકાનદારોના ૩૭૫ પાનના ગલ્લા અને ૨૫૧ સલુન આજ સુધી બંધ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ૬૫ લાખનો દંડ અલગ અલગ સંસ્થાને કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સનું જવાબદારીપૂર્વક પાલન ન કરતી ચાની દુકાનોમાં પણ હવેથી કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટિલ પરિસ્થિતીમાં કામ કરે છે, તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ. પ્રિમોન્સુનની કામગીરી લગભગ ૯૮ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આજની સ્થિતિએ ૬૩૮૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૪૪ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૯૬ લોકો છે. ૧૭૩૨ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે.  સ્લમ વિસ્તારોમાં કુલ ૫૫ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ આરોગ્ય તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.વડિલો ઘરમાં જ રહે અને તમામ ગાઈડલાઈનનું પાલન અચુક કરે તથા નિયત સમયે પોતાની દવા લેતા રહે. વડીલો તેમજ બાળકો પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખે તે જરૂરી છે.નોંધનીય છે કે,સુરત શહેરના ૧૮૫૭ અને જિલ્લાના ૧૪૩ કેસો મળી કુલ ૨૦૦૦ કેસો નોંધાયા છે High light-સુરત જિલ્લામાં આજે ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૧૪૩ Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૩ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૯૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૩૬ હતી, જેમાં આજે ૦૭ કેસનો વધારો થવાથી આજે કુલ ૧૪૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી કામરેજ તાલુકાના નનસાડ ગામના ૦૧, વેલંજા ગામના ૦૧, પાસોદરા ગામના ૦૧,માંગરોળ  તાલુકાના પીપોદરા ગામના ૦૧, ઓલપાડ તાલુકાના કિમ ગામના ૦૧ , માંડવી તાલુકાના અરેઠ ગામના ૦૧, તેમજ  ઉમરપાડા તાલુકાના બિલવાણ  ગામના ૦૧ કેસ મળી ૦૭ કેસ મળી  કુલ ૧૪૩ કેસો આવ્યા છે. કુલ ૯૯૨૪ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૧૪૩ પોઝિટીવ અને ૯૭૩૫ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૫૪ એક્ટિવ ક્લસ્ટર જેમાં વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા,લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ), સારોલી(નેચર વેલી), વાવ(એસ.આર.પી કેમ્પસ), તરાજ(ખાડી ફળીયુ), લસકાણા (ગોપાલનગર), પાસોદરા(ઓમ ટાઉનશીપ), વાંસકુઈ(નેવણીયા), સોદલાખારા, સાયણ (જલારામ સોસા.), મોર(માકીયાવાડ), ભાંડુત, જોળવા(આરાધના ડ્રિમ), તરસાડી(સંજય નગર), સચિન (જી.આઈ.ડી.સી), આડમોર(નીશાળ ફળિયુ), અરેઠ(બજાર ફળિયુ), માંડવી(હનુમાન ફળિયુ), તાતીથૈયા(ગજાનંદ પેલેસ), ઓખા(વૈષ્ણોદેવી હાઈટ્સ), ઇચ્છાપોર(ઇચ્છાપોર (એક્સેલન્સી હોટેલ)), દેલાડવા (સાઈ લીલા સોસા), ખોલવડ(સુરભી ટાઉનશીપ), શેખપુર (શેખપુર (આનંદ વાટિકા)), કામરેજ (શાંતીવાન સોસા), મૌલીપાડા, ચવડા (નિશાળ ફ.), વડપાડા(વડ ફ.), વડપાડા(સ્ટેશન ફ.), કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૧૪૫ ઘરો અને કુલ વસ્તી ૭૫૫૭૩ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૬ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૦૦૨ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૯૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૧૯૬ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૪૮ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૦૪૮ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application