Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અલીબાગ ખાતે ટકરાયું:ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ–રાહત કમિશનરશ્રી

  • June 04, 2020 

Tapi mitra news:નિસર્ગ વાવાઝોડાનું મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અલીબાગ ખાતે લેન્ડફોલ થઈ ગયુ છે તેમ જણાવી રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલે કહ્યું કે,ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જો કે, ગુજરાતના સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના જિલ્લાઓ ખાતે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજજ છે. વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુલિટીના દ્રઢ સંકલ્પ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર ગતિવિધિઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.રાહત કમિશનર શ્રી પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને માહિતી આપતાં ઉમેર્યું હતુ કે,અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૬૩,૭૯૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં સુરતના ૮૭૨૭, નવસારીના ૧૪૦૪૦, ભરૂચના ૧૨૦૨, ભાવનગરના ૩૦૬૬, આણંદના ૭૬૯, અમરેલીના ૨૦૮૬, ગિર સોમનાથના ૨૨૮ અને વલસાડના સૌથી વધુ ૩૩૬૮૦ વ્યક્તિઓને સલામત આશ્રયસ્થાનો પર ખસેડી દેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એટલું જ નહીં સ્થળાંતરીત કરવામાં આવેલી વ્યક્તિઓમાં ૨૫૨ સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૩૨ આશ્રયસ્થાનો પર કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્ક, સેનિટાઇઝેશન સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, નિસર્ગ વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અલીબાગ ખાતે ટકરાયું છે.વાવાઝોડાના પવનની ઝડપ ૯૦ થી ૧૦૦ કિ.મી પ્રતિ કલાક છે.આગામી ત્રણ કલાકમાં વલસાડ તથા આસપાસના વિસ્તારોમાં ૬૦ થી ૯૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.સંબંધિત જિલ્લાના તંત્ર સાથે અમે સતત સંપર્કમાં છીએ. બચાવ કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યના સંબંધિત જિલ્લાઓમાં SDRFની ૬ ટીમ અને NDRFની ૧૮ ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે. સાયક્લોનિક અસર ગુજરાતમાં હળવી થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર ચાંપતી નજર રાખવા માટે પ્રભારી સચિવશ્રીઓ પણ સતત ખડેપગે છે. એટલું જ નહીં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખવા ત્રણ સિફ્ટમાં ત્રણ એડિશનલ કલેકટર કક્ષાના અધિકારીશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે. ઓડિયો કોન્ફરન્સથી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સ્થિતિની સમીક્ષા પણ કરાઈ રહી છે.શ્રી પટેલે ઉમેર્યું કે, દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રહેતા અગરીયા, માછીમાર તથા ઝીંગા ફાર્મમાં કામ કરનાર ૧૭ લાખ જેટલાં નાગરિકોને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મારફતે સતર્કતાના SMS કરવામાં આવ્યા છે તે ઉપરાંત હાઈમાસ્ટ ટાવર અને હોર્ડિગ્સ પણ જાહેર માર્ગો પરથી ઉતારી લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ હોસ્પિટલો તથા PHC, CHC સેન્ટરોમાં ઓક્સિજન અને પાવર સપ્લાયની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application