Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૧૭૬૭ અને જિલ્લાના ૧૩૬ કેસો મળી કુલ ૧૯૦૩ પોઝિટિવ કેસો નોંધાયા ,કુલ ૭૪ દર્દીના મોત

  • June 04, 2020 

Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૩ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૬.૧ ટકા થયો છે. આજે ૪૮ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૧૬૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૬૯૬ હતી, જેમાં ૭૧ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૭૬૭ કેસો થયા છે. કુલ ૭૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૩ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત અને કતારગામ ઝોનમાંથી આજે કુલ ૧૭-૧૭ કેસો મળી આવ્યા છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, જે દુકાનો નિયમોનું પાલન ન કરતા ન હોય તેવા ૩૪૩ પાનના ગલ્લા અને ૧૮૦ સલુન આજ સુધી બંધ કરાવવામાં આવ્યા હતા. નિયમ પાલન ન કરતી ચાની દુકાનોમાં પણ હવેથી કડક કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટિલ પરિસ્થિતિમાં કામ કરે છે, તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ.આજની સ્થિતિએ ૬૫૦૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૧૯ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૨૩ લોકો છે. ૧૭૨૯ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૫૪ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ કરવાં જતાં હોય છે, તેથી તેની સંખ્યા વધારવામાં આવી છે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. જ્યારે પણ લોકોને કોવિડના લક્ષણો દેખાય તો તે પોતાના ફેમિલી ડોક્ટર પાસે પોતાના ઘરે પ્રાથમિક સારવાર લઈ શકે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ સાજા થઈ જાય છે. નોંધનીય છે કે,સુરત શહેરના ૧૭૬૭ અને જિલ્લાના ૧૩૬ કેસો મળી કુલ ૧૯૦૩ કેસો નોંધાયા છે High light-સુરત જિલ્લામાં આજે ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૧૩૬ Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૩ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૨૫ હતી, જેમાં આજે ૧૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૧૩૬ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ઇચ્છાપોર ગામના ૦૧, દેલાડવા ગામના ૦૧, લાજપોર ગામના ૦૧, ઓખા ગામના ૦૧,  ઉમરપાડા  તાલુકાના વડપાડા ગામના ૦૨, મૌલીપાડા ગામના ૦૧ ચાવડા ગામના ૦૧, કામરેજ તાલુકાના ૦૧ ,વેલાંજા ગામના ૦૧ તેમજ  પાસોદરા પાટિયાના ૦૧ કેસ મળી ૧૧ કે મળી  કુલ ૧૩૬ કેસો આવ્યા છે. કુલ ૯૭૭૫ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૧૩૬ પોઝિટીવ અને ૯૫૯૩ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૪૫ એક્ટિવ ક્લસ્ટર જેમાં દિહેણ, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ), સારોલી(નેચર વેલી), વાવ(એસ.આર.પી કેમ્પસ), તરાજ(ખાડી ફળીયુ) લસકાણા (ગોપાલનગર), પાસોદરા(ઓમ ટાઉનશીપ), વાંસકુઈ(નેવણીયા), સોદલાખારા, સાયણ (જલારામ સોસા.), મોર(માકીયાવાડ), ભાંડુત, જોળવા(આરાધના ડ્રિમ), તરસાડી(સંજય નગર), સચિન (જી.આઈ.ડી.સી), આડમોર(નીશાળ ફળિયુ), અરેઠ(બજાર ફળિયુ), માંડવી(હનુમાન ફળિયુ), તાતીથૈયા(ગજાનંદ પેલેસ) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૫૫૯ ઘરો અને કુલ વસ્તી ૭૭૭૩૨ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૫૮ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૧૬૧ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૦૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૨૬૫ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૨૬૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૦૦૨ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application