Tapi mitra news:નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા વખતોવખત કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા તા.૩૦/૦૫/૨૦૨૦થી સમગ્ર ભારતમાં તા.૩૦/૦૬/૨૦૨૦ સુઘી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની સમયમર્યાદા વઘારવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે પણ ઉકત બાબતે વિસ્તૃત સુચનાઓ આપી છે. જે સંદર્ભે તાપી જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે. હાલાણી દ્વારા પણ સી.આર.પી.સી.ની કલમ-૧૪૪ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) હેઠળ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે મુજબના સૂચનો, પ્રતિબંધો અને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકાર ઘ્વારા મુકવામાં આવેલ પ્રતિબંધોનું ભંગકરી શકાશે નહીં. તેમજ લોકડાઉનની ચુસ્ત૫ણે અમલવારી કરવા નીચેની વિગતે કેટલાક નિયંત્રણો તથા પ્રતિબંધ મુકવાનું ફરમાવાયુ છે. (૧) તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થા વગેરે બંઘ રહેશે. ૫રંતુ ઓનલાઇન/ડિસ્ટન્સલર્નિંગથી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે. વહીવટી ઓફીસ ચાલુ રાખી શકાશે. (૨) તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ્નેશિયમ, સ્વિંમિંગ પુલ, બગીચા, થિયેટર, બાર તથા ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા અન્ય સરખી જગ્યાઓ બંઘ રહેશે. રમત-ગમત સંકુલ તથા રમત- ગમતનાં મેદાન ખુલ્લા રાખી શકાશે. ૫રંતુ દર્શકોને મંજુરી આ૫વામાં આવશે નહીં. સદર જગ્યાએ રમત-ગમતનું ટેલીકાસ્ટ કરી શકાશે. (૩) તમામ સોશિયલ/રાજકીય/રમતો/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક થિયેટર/ઘાર્મિક કાર્યક્રમો કે જેમાં મોટા માણમાં લોકો એકઠા થતા હોય તે યોજી શકાશે નહીં નીચે જણાવેલ પ્રવૃતિઓ તા.૦૮/૦૬/૨૦૨૦થી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સુચના/માર્ગદર્શન તથા શોશ્યલ ડિસ્ટનીંગ સાથે શરુ કરી શકાશે. (૧) તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ભોજનાલય, અતિથિ ગૃહો, કલબ, મોલ, અને મોલમાં આવેલ દુકાનો ખુલી શકશે.તા.૦૧/૦૬/૨૦૨૦થી તા.૦૭/૦૬/૨૦૨૦ સુધી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો બંઘ રહેશે. સિવાય કે તેનો ઉ૫યોગ આરોગ્ય/પોલીસ/સરકારીઅઘિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ/પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલા લોકો તથા કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો માટે હોય, અને બસ ડેપો, રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટ ૫ર ચાલતી કેન્ટીન ચાલુ રાખી શકાશે. આ સમયગાળા દરમિયાન રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીની સુવિઘા આપી શકશે. (૨) તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના-બંદગીના સ્થળો ખુલી શકશે. પરંતુ મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેવા કોઈ કાર્યક્રમ કે મેળાવડા કરી શકાશે નહી. તા.૦૭.૦૬.૨૦૨૦ સુધી તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના-બંદગીના સ્થળો બંઘ રહેશે. ઘાર્મિક કારણોસર એકઠા થવાઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ છે. (૩) તમામ ફેરીયાઓ/શેરી વિક્રેતાઓ સબંધિત નગર પાલિકા/ગ્રામ પંચાયત/સ્થાનિક સત્તામંડળ દવારા નક્કી કરવામાં આવેલ જગ્યાએ તેઓની પ્રવૃતિ કરી શકશે. આ માટે સબંધિત નગર પાલિકા/ગ્રામ પંચાયત/સ્થાનિક સત્તામંડળ દવારા યોગ્ય સ્થળ/જગ્યા નક્કી કરી કેન્દ્ર તથા રાજય સરકાર ઘ્વારા આપવામાં આવેલ આવેલ સુચના/માર્ગદર્શનનું ચુસ્તપણે પાલન થાય તે પ્તમાણેનું આયોજન કરવાનું રહેશે. તા.૦૭/૦૬/૨૦૨૦ સુધી શાકભાજી વિતરણ કરતા ફેરીયાઓ તેઓની વેચાણ પ્રવૃતિ કરી શકશે. ઉકત જણાવેલ પ્રતિબંઘિત કરવામાં આવેલ પ્રવૃતિઓ સિવાયની બીજી તમામ પ્રવૃત્તિઓ નોનકન્ટેનમેન્ટ ઝોનમાં શરૂ કરી શકાશે. • નગર પાલિકા વિસ્તારમાં આવેલ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ દુકાનો પ્રવૃતિઓ તથા અન્ય તમામ દુકાનો સંસ્થાનો અને ઔદ્યોગિક એકમો સવારે ૮.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે.જ્યારે નગરપાલિકાની બહાર ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનો સંસ્થાનો અને ઔદ્યોગિક એકમો સવારે ૮.૦૦ થી સાંજે ૮.૦૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. • પાનની દુકાનો સોશ્યલ ડીસ્ટન્સીંગની સાથે માત્ર વસ્તુ લઇ જવા માટે આ૫વા ખુલી શકશે. • ચા-કોફીની દુકાનો સ્ટોલ શોશ્યલ ડિસ્ટસ્ટનીંગ જાળવવાની શરતે ચાલુ રાખી શકાશે. • વાળંદ/સલુન/બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવાની શરતે ખુલી શકશે. • પુસ્તકાલય (લાયબ્રેરી) ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. • GSRTC ની બસ સેવાઓ શરૂ કરી શકાશે. • સીટી બસ તથા ખાનગી બસની સેવાઓ કુલ બેઠક ક્ષમતાના ૬૦ % પેસેન્જર સાથે કોઈ વ્યક્તિ બસમાં ઉભા ન રહે તે રીતે શરુ કરી શકાશે. • ઓટો રેક્ષા,ટેક્ષી અને કેબ તથા ખાનગી વાહન(કાર)માં એક ડ્રાઈવર અને માત્ર બે પેસેન્જર સાથે અને ૬ કે તેથી વધારે વ્યક્તિની બેઠક ક્ષમતા હોય તો એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જર સાથે તથ દ્વીચક્રી વાહન ઉપર ૧+૧ વ્યક્તિને નિર્ધારિત નિયંત્રણ સાથે છુટ રહેશે. • તમામ સરકારી, ખાનગી ઓફિસો,બેંકો ખુલી રહેશે. • તમામ ઔદ્યોગિક એકમો શોશ્યલ ડિસ્ટસ્ટનીંગ સાથે ૧૦૦% ક્ષમતા સાથે કામ કરી શકશે. • તમામ રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશો૫ તથા સર્વિસ સ્ટેશન ખુલ્લા રહી શકશે. લોક કલ્યાણ અને સલામતીના ૫ગલાં; (૧) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિ માટે વ્યકિતઓની આવન-જાવન રાત્રિના ૯.૦૦વાગ્યાથી સવારના ૫.૦૦ વાગ્યા સુઘી સંપુર્ણ પ્રતિબંઘિત રહેશે. (૨) ૬૫ વર્ષથી વઘુ ઉંમરની વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ ઘરમાં જ રહેવુ ફરજિયાત છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો પુરી કરવા બહાર જવુ ૫ડે અથવા આરોગ્યના કારણોસર બહાર જવુ ૫ડે, જે અંગે રાષ્ટ્રીય નિર્દેશો જારી કરવામાં આવેલા છે. કન્ટેનમેન્ટ ઝોનમાં સલામતીના ૫ગલાં ; કન્ટેનમેન્ટ ઝોન અંગે અત્રેની કચેરી ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે. જે મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કામદારો/કર્મચારીઓ તથા દુકાનના માલિકોને કન્ટેનમેન્ટ ઝોન છોડવાની મંજુરી મળશે નહી. કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ૫રવાનગી આ૫વામાં આવશે આવા ઝોનમાં લોકોની અવર-જવર ૫ર ચુસ્ત નિયંત્રણ રહેશે. મેડિકલ ઇમરજન્સી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો મેળવવા માટે દુકાનો સવારે ૭.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુઘી ચાલુ રહેશે. આ હેતુ માટે ૫ણ સ્વાસ્થ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાને ઘ્યાનમાં લેવાની રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોવિડ-૧૯ના દર્દીનાં સં૫ર્કમાં આવેલા લોકોની તપાસ, ઘરે-ઘરે જઇને તપાસ તથા અન્ય સ્વચ્છતા સંદર્ભની જે જરૂરી વ્યવસ્થા હોય તેનું ઘ્યાન રાખવામાં આવશે. આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ (૧) આરોગ્ય સેતુ એપ વ્યકિતને થનાર ઇન્ફેકશનનું શકયત: જોખમ વહેલા જણાવી દે છે અને આ રીતે એ વ્યકિત અને સમાજ માટે રક્ષણનું કામ કરે છે. (૨) ઓફિસ તથા કામના સ્થળો ૫ર સલામતીની ખાત્રી માટે તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુએપ ઇન્સ્ટોલ કરી શકાય તેવા મોબાઇલ ફોન હોય તે તમામ કર્મચારીઓ આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ કરેએ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવી. (૩) જિલ્લા વહીવટીતંત્રનાં સંબઘિત વિભાગો ઘ્વારા વ્યકિતઓને તેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એ૫ડાઉનલોડ કરવા અને નિયમિત૫ણે તેમનાં સ્વાસ્થ્ય અંગે એ૫માં અ૫ડેશન કરવા જણાવવાનું રહેશે. અમુક ખાસ પ્રસંગોએ વ્યકિતઓ તથા માલસામાનની હેરફેર માટેના ખાસ દિશાનિર્દેશો ; (૧) મેડીકલ સેવાઓ સાથે જોડાયેલી વ્યકિતઓ, નર્સ, પેરા મેડીકલ સ્ટાફ, સફાઇ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ આંતર રાજય અને રાજયની અંદર કોઇ૫ણ પ્રકારની રોકટોક વગર અવર-જવર કરી શકશે. અવર-જવરને અટકાવશે નહી. (૨) માલવાહક ખાલી ટ્રકો/માલ સામાન સહિતની ટ્રકો/કાર્ગો આંતર રાજય અને રાજયની અંદર અવર-જવર કરી શકશે. તે માટે કોઈ મંજુરી કે ઈ-પરમીટની જરૂર રહેશે નહી. (૩) પાડોશી રાષ્ટ્રો સાથે સંઘિ હેઠળ થતી માલસામાન/કાર્ગો માટેની આંતરરાષ્ટ્રીય આવન જાવનને અટકાવાશે નહીં. (૪) પેસેન્જર ટ્રેન અને શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનનું પરિવહન, સ્થાનિક હવાઈ મુસાફરી, વિદેશમાં ફસાયેલા ભારતિય નાગરિકો તથા ભારતમાંથી વિદેશમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ,વિદેશી નાગરિકોની અવર-જવરનું નિયમન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિયત કરાયેલ ધોરણસરની પધ્ધતિ મુજબ કરવાનું રહેશે. COVID-19નાં સંચાલન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શક સુચનાઓનું જાહેર સ્થળે તથા કામના સ્થળેચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. જેની વિગત ૫રિશિષ્ટ-૧ મુજબ રહેશે. (૧) તમામ જાહેર અને કાર્ય સ્થળોએ મોંઢું ઢંકાય તેમ, માસ્ક પહેરવુ. જો તેમ કરવામાં નહી આવે તો રૂા.૨૦૦/- દંડ વસુલ કરવામાં આવશે. (૨) જાહેર સ્થળોએ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછુ છ ફુટનું અંતર (દો ગજ કી દુરી) રહે તે સુનિચ્ચિત કરવાનું રહેશે. દુકાનદારોએ દુકાન પર એક સાથે પાંચથી વધુ વ્યક્તિઓ હાજર ન રહે તેમજ દરેક વ્યક્તિ વચ્ચે છ ફુટનું અંતર સુનિચ્ચિત કરવાનું રહેશે. (૩) મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેવા કોઈ કાર્યક્રમ કે મેળાવડા કરી શકાશે નહી. લગ્ન પ્રસંગે ભેગા થયેલા લોકો સામાજિક અંતર જાળવશે અને લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધારે મહેમાનો બોલાવી શકાશે નહીં. દફનવિઘિ કે અંતિમ સંસ્કારમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦ થી વધારે લોકોએ ભેગું થવું નહીં. (૪) જાહેર અને કાર્ય સ્થળોએ થુંકવા પર રૂા.૨૦૦/- દંડ વસુલવામાં આવશે. (૫)જાહેર સ્થળોએ દારૂ, પાન, ગુટકા, તમાકુ વગરેનું સેવન પ્રતિબંઘિત છે. કાર્ય સ્થળો (કામ કરવાની જગ્યા ) માટેની વધારાની માર્ગદર્શક સુચનાઓ (૬) તમામ પ્રવેશ અને નિકાસ દ્વારો અને સામાન્ય વિસ્તારોમાં થર્મલ સ્ક્રેનિંગ, હેન્ડ વોશ અને સેનિટાઇઝર માટેની જોગવાઇ કરવાની રહેશે. (૭) પાળી બદલાય ત્યારે સમગ્ર કાર્ય સ્થળ તથા સામાન્ય સગવડો અને માનવ સંસર્ગમાં આવતી તમામ વસ્તુઓ જેમકે દરવાજાનાં હેન્ડલ વગરેને વારંવાર સેનિટાઇઝ કરવા. (૮) કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે પાળીઓ વચ્ચે યોગ્ય અંતર, કર્મચારી ગણના ભોજન માટે અલગ-અલગ સમયની ગોઠવણ કરીને સામાજિક અંતર જળવાય તેની ખાતરી કરવી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડકોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024