Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૩૦ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે ૨૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૦૪૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૭.૯ ટકા થયો છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૪૮૯ હતી, જેમાં ૪૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૫૩૪ કેસો થયા છે. કુલ ૬૮ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૪ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૧૫ કેસો મળી આવ્યા છે.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, ૨૯,૮૨૩ લોકોને આજે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે દુકાનો નિયમોનું પાલન ન કરતા હતા તેમાની ૩૨૦ પાનના ગલ્લા આજ સુધી બંધ કરાવવામાં આવ્યા હતા. સુરતમાં ૯૭ લોકો ક્રિટીકલ કન્ડિશનમાં છે. સુરતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત કેસોમાં વધારો થઈ રહ્યોં છે. હાલ જે રીતે કેસો વધી રહ્યાં છે તે પ્રમાણે લોકોએ જાગૃત્ત બની ખુબ જ કાળજી રાખવી જોઈએ. પરિવારના વડિલોને વિટામીન સી, ડી અને ઝીંક આપવા જરૂરી છે અને તેમની ખુબ જ કાળજી રાખવી જરૂરી છે.આજની સ્થિતિએ ૬૮૭૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૯૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૬૩ લોકો છે. ૧૭૦૦ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૪૨ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે.નોંધનીય છે કે,સુરત શહેરના ૧૫૩૪ અને જિલ્લાના ૧૧૨ મળીને કુલ ૧૬૪૬ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા : પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧૨
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૦ હતી, જેમાં આજે ૧૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૧૧૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી પલસાણા તાલુકાના જોલવા ગામના ૦૨, મહુવા તાલુકાના નેવાણીયા ગામના ૦૨, ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના ૦૧, સોદલાખારા ગામના ૦૧, માખીયાવાડ ગામના ૦૧, સાયણ ગામના ૦૧ તેમજ ચોર્યાસી તાલુકાના સારોલી ગામના ૦૧ અને સારોલી નેચરવેલીના ૦૩ કેસ મળી ૧૨ કેસ મળી કુલ ૧૧૨ કેસો આવ્યા છે. કુલ ૯૨૪૬ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૧૧૨ પોઝિટીવ અને ૯૦૮૯ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૮ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બડતલ-સરકુઇ, ખોડાંબા, દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ ), સારોલી(નેચર વેલી), વાવ (એસ.આર.પી કેમ્પસ), તરાજ(ખાડી ફળીયુ) લસકાણા (ગોપાલનગર), પાસોદરા(ઓમ ટાઉનશીપ) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭૩૩૨ ઘરો અને કુલ વસ્તી ૭૨૧૮૧ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૪૬ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૫૨૯ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૩૭૭ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૯૦૬ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૨૮૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૬૨૨ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500