Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૂરત શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો કડક અમલઃજાહેરનામા ભંગ બદલ ૨૪ આરોપીઓની અટકાયત તથા ૮૫ વાહનો જપ્ત

  • May 29, 2020 

Tapi mitra news:કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આજ રોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ ૨૪ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા ૮૫ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૧૫,૨૬૪ આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાઓ બનાવીને ફરતા ૩૭,૧૮૦  જેટલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં ચોથા તબક્કાના લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોએ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application