Tapi mitra News;કોરોના મહામારીએ વિશ્વને પોતાના સકંજામાં લીધું છે. આયુષ મંત્રાલય દ્વારા દેશભરમાં કોરોના સામે જનતા જનાર્દનને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આવા સમયે લોકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી બની છે, ત્યારે સુરતની આયુર્વેદ શાખા-જિલ્લા પંચાયત દ્વારા વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની પ્રેરણાથી તાજેતરમાં સુરતના સિટીલાઈટ સ્થિત સૂર્યદર્શન કોમ્પ્લેક્ષ ખાતે એક સપ્તાહ સુધી "આયુર્વેદિક ઉકાળા" અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
સુરત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મિલન એન.દસોંદી, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડો. બ્લેસી મેથ્યુ, ડો. હેતલબેન માવદીયા, હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલના સભ્યશ્રી ગોરધનભાઈ કોશિયા દ્વારા જરૂરિયાત ધરાવતાં લોકોને દવાનું સેવન કરાવાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીને આયુર્વેદ શાખા દ્વારા હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બ ૩૦ નો જથ્થો અર્પણ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ઉકાળા અને હોમિયોપેથી દવા વિતરણની કામગીરીની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application