Tapi mitra News;આજે આખો દેશ કોરોના વાઈરસની સામે લડી રહ્યોં છે. આ માટે દરેક લોકોએ માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવવો પડશે. કોરોનાથી રક્ષણ માટે માસ્ક પહેલી જરૂરીયાત બન્યા છે, ત્યારે આવનારી પેઢીને પણ માસ્ક પહેરવાની આદત પાડવા માટે "JCI સુરત મેટ્રો સખી" અને "અમી ચેરિટેબલ ટ્રસ્ટ"ના માધ્યમથી નાના બાળકો માટે તેમને મનગમતા કાર્ટુનવાળા કોટનના નાના માસ્ક બનાવવામાં આવ્યાં હતા. સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા ગરીબ બાળકોને આ માસ્કનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતુ.
દર્શનાબેન જરદોશે જણાવ્યું હતુ કે, હજુ દેશવાસીઓએ કોરોના સામે સંઘર્ષભરી લડાઈ લડવાની છે, જેમાં ગરીબ વર્ગ, બાળકો, વડીલોના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. ઉપરાંત આપણે સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવા મેડ ઇન સુરતના અભિયાનમાં સુરતવાસીઓ પણ પોતાનું યોગદાન આપે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application