Tapi mitra News;રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના ઉપક્રમ એવા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, સુરત દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ગ્રાન્ટના ઉપલબ્ધ ફંડ માંથી કોરોના સામેની લડાઈમાં નવી સિવિલ હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકાને રૂ.૧૪ લાખનું અનુદાન મંજૂર કરાયું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલને મેડિકલ સંસાધનો ખરીદવા માટે રૂ.સાત લાખ અને સુરત મહાનગરપાલિકાને હ્યુમન રિસોર્સ ઇન્સેન્ટીવ માટે રૂ.સાત લાખની ફાળવણી કરવામાં આવી છે. કોરોના સામેના જંગમાં આ અનુદાન નવી સિવિલ હોસ્પિટલ તેમજ મહાનગરપાલિકા માટે અતિ ઉપયોગી બની રહેશે.
કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલયના સચિવશ્રી અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, સ્ટેટ નોડલ યુનિટના ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોનું પરીક્ષણ તથા સ્ક્રીનીંગ અને અન્ય ઉપકરણોની ખરીદી/ઈન્સ્ટોલેશન માટેના ઠરાવને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી વી.સી. માંડવીયા તથા ભૂસ્તરશાસ્ત્રી શ્રીમતી સુનિતાબેન અરોરાના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, સુરતના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટરશ્રી મયુર દાડમવાલા તથા સ્ટાફ દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડીએમએફ), સુરતની વર્ષ-૨૦૨૦-૨૧ની ગ્રાન્ટમાંથી તબીબી અધિક્ષકશ્રીની કચેરી, નવી સિવિલ હોસ્પિટલને રૂ.સાત લાખની ફાળવણી કરાઈ છે, જેના થકી કોરોનાના દર્દીઓ માટે જરૂરિયાત મુજબ વેન્ટીલેટર, સી.આર. સિસ્ટમ, ડિજીટલ એક્ષ-રે, કેસેટ વિથ સ્ક્રીન વેન્ચરી મેડિકલ ઓક્સિજન માસ્ક, મલ્ટીપેરા મોનિટર, દવાઓ, પીપીઈ,કીટ્સ , ઓક્સિજન, કોવિડ-૧૯ ટેસ્ટીંગ કીટ્સ તેને લગતા કન્ઝયુમેબલ તથા એસેસરીઝ, લિનન, ફર્નિચર અને એન-૯૫ માસ્ક, સ્ટેશનરી, પેટી સપ્લાય, લેબોરેટરી સુવિધા, હેન્ડ સેનિટાઇઝર, બાયોમેડિકલ વેસ્ટ કન્ટેનર અન્ય જરૂરી ડેડસ્ટોક આઈટમ, કન્ઝયુમેબલ તથા ઇક્વિપમેન્ટ ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીને હ્યુમન રિસોર્સ ઇન્સેન્ટીવ માટે રૂ.સાત લાખના અનુદાનની મંજૂરી કલેકટરશ્રી ડો.ધવલ પટેલ દ્વારા આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500