Tapi mitra News;ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગુરૂવારે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. કોરોના ના કારણે સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સાથે એક સામટા વિદ્યાર્થીઓને નહીં પરંતુ ટુકડે ટુકડે બોલાવવામાં આવ્યા હતા.
સુરત શહેર અને જિલ્લામાં ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવી હતી. કોરોનાને લઇને તકેદારીના ભાગરૂપે દરેક શાળાઓના આચાર્યોને તાલુકા પ્લેસ પરથી કે પછી શહેરમાં નક્કી કરેલા પોઇન્ટ પરથી માર્કશીટો આપી દેવામાં આવી હતી. અને ત્યારબાદ આચાર્યોએ શાળામાં જઇને ૧૦-૧૦ ની ટુકડી પાડીને કે પછી અનુકુળતા મુજબ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ નહીં થાય તે ધ્યાનમાં રાખીને વિતરણ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો હતો. સાથે જ માર્કશીટ વિતરણ કરતી વખતે સરઘસ કે પછી ડી જે કે ફોટોગ્રાફી પણ નહીં કરવા આદેશ કરાયો હતો. આમ કોરોનાના કારણે માર્કશીટ વિતરણને પણ ગ્રહણ લાગ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application