Tapi mitra News;સુરત શહેરમાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરીના મશીનો છે. એમ્બ્રોઇડરીના કારખાનેદારો કાપડ માર્કેટ ક્યારથી શરૂ થાય છે, તેની રાહ જોઈ રહ્યાં છે. કારણકે અત્યારે કોઈની પાસે ઓર્ડર નથી. જુનો માલ પડયો છે, પરંતુ વેપારીઓએ પ્રોગ્રામ આપ્યા નથી. એમ્બ્રોઇડરી ઈન્ડસ્ટ્રીઝ સાથે મોટી સંખ્યામાં પ્રવાસી પરપ્રાંતિય કારીગરો સંકળાયેલા છે. અત્યારે માંડ ૧૫થી ૨૦ ટકા કારીગરો બચ્યા છે. કારખાનેદારો પાસે વેપારીઓનો જુનો માલ પડયો છે, પણ વેપારીઓએ હજુ કામકાજ શરૂ કર્યું નથી. કેમકે, કાપડ માર્કેટ જ હજુ શરૂ થઇ નથી. કાપડ માર્કેટ જ્યાં સુધી શરૂ નહીં થાય અને વેપારીઓ નવા પ્રોગ્રામ નહીં આપે ત્યાં સુધી એમ્બ્રોઇડરીના એકમો શરૂ થાય એવી શક્યતાઓ નથી. અત્યારે થોડા ઘણા કારીગરોની મદદથી એકમો શરૂ થઈ શકે એમ છે, પરંતુ દરેકે પોતાના એકમો બંધ રાખ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application