Tapi mitra News;કોરોના વાઈરસના કારણે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં ખાનગી ક્લાસીસ બંધ રહેતા સંચાલકોને ભાડું ભરવાથી લઈને એડમિશન સહિતમાં નુકસાન ગયું હોવાથી સરકાર લોન આપે તેવી રજૂઆત સાંસદને કરવામાં આવી હતી.
ખાનગી ક્લાસીસ સંચાલક અભિજીત ગેલોતે જણાવ્યું હતું કે, કોરોના સમયમાં કોચિંગ ઈન્ડસ્ટ્રીઝ ઘણી સમસ્યાઓ માંથી પસાર થઈ રહ્યો છે. દુકાનના ભાડાની સમસ્યા ગંભીર થતી જાય છે. કોચિંગ ક્લાસીસમાં એડમિશન વધારે પ્રકરણમાં માર્ચ અને એપ્રિલમાં થાય છે પરંતુ જે રીતે લોકડાઉન શરૂ થયું ત્યારથી એડમિશન થઈ શક્યા નથી. જેથી ટીચર્સના પગાર કરવાની સમસ્યા પણ ઉભી થઈ છે. આગળના દિવસો માં પણ શું થશે ક્યારે ચાલુ થશે કેટલા એડમિશન થશે બધાના ઉપર એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. ક્લાસીસના સંચાલકો સામે આવી પડેલી મુશ્કેલીની ઘડીમાં સરકાર જે રીતે ઉદ્યોગકારોને લોન આપી રહી છે એ રીતે ક્લાસીસના સંચાલકોને પણ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે તેવી રજૂઆત નવસારી સાંસદ સી.આર.પાટીલને કરવામાં આવી હતી. સાંસદે સમસ્યાઓ સાંભળીને સંચાલકોને સરકારમાં રજૂઆત કરવાનો ભરોસો આપ્યો હોવાનું અભિજીત ગેલોતે વધુમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application