Tapi mitra News;લોકડાઉનમાં કરફ્યુના સમય દરમિયાન પાંડેસરામાં શંકાસ્પદ કારનો પીછો કરવામાં પોલીસની પીસીઆર વાન પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી તેમજ વાનને પણ નુકશાન થયું હતું.
પાંડેસરા પોલીસની પીસીઆર વાન નં-૪૨ બુધવારે મધરાતે ૨ વાગ્યે સોનારી ગામના પાછળના રોડ તરફ પેટ્રોલિંગ હતી. દરમિયાન સોનારીગામની નજીકમાં કિરણ હોમ સાગર બિલ્ડિંગ પાસે શંકાસ્પદ કાર નીકળી હતી. આથી પોલીસે તેને અટકાવવા જતા ચાલકે કાર પુરઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે શંકા જતા કારનો ફિલ્મી ઢબે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પ્રિયંકા ચાર રસ્તા સર્કલ પાસે અચાનક સામેથી એક કાર આવી જતા પીસીઆર વાનના ચાલકે બ્રેક મારવા જતા વાન પલ્ટી મારી ગઈ હતી. પીસીઆર વાનના ઈનચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશ પ્રેમજી, ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ બિપીન અને એસઆરપીના જમાદાર હેમજી વાઘેલાને હાથ - પગમાં ઈજાઓ થઈ હતી. ત્રણેય પોલીસ કર્મીઓને સારવાર માટે પાંડેસરા દક્ષેશ્વરનગરની પાસે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ચાલક જગદીશ રાવતનો ચમત્કારિક બચાવ થયો હતો. ઈનચાર્જ રમેશ પ્રેમજી વાનની નીચે દબાયા હતા. પીસીઆર વાનમાં ચાલક સહિત ચાર પોલીસકર્મી હતા. પાંડેસરા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application