Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઇસીએમઆરની માર્ગદર્શિકાથી સિવિલ હોસ્પિટલમાંથી ૪ દિવસમાં ૫ મૃતદેહ પોસ્ટમોર્ટમ વિના પરિવારને સોંપાયા

  • May 28, 2020 

Tapi mitra News;સિવિલ હોસ્પિટલમાંથી ૪ દિવસમાં ૫ મૃતદેહ શરીર પર કાપ મુક્યા વિના એટલે કે પોસ્ટમોર્ટમ વિના અપાયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની માર્ગદર્શિકા મુજબ મૃતદેહ આપવામાં આવ્યા છે. ડો. ઓમકાર ચૌધરીએ ૪ દિવસની પોસ્ટમોર્ટમ ડ્યુટીમાં નિયમોનું પાલન કરી દેશહિત અને સમાજહિતની કામગીરીનું જીવતું ઉદાહરણ બન્યા છે. નવી સિવીલ હોસ્પિટલના ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ગુનો ન બનતો હોય તો આ મહામારીના સમયમાં મૃતદેહ પર કાપ મુક્યા વગર નિયમ મુજબ મૃતદેહ આપી શકાય છે. બસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નિયમો મુજબ તપાસ કરી કામગીરી કરવાની હોય છે. ખટોદરા ૧, પાંડેસરા ૧, જહાંગીરપુરામાં ૧ અને ઉમરા પોલીસના ૨ મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર અપાયા છે. કોરોનાની મહામારીને લઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેમાં મૃતદેહ નિવારણમાં ડોક્ટર્સ, મુર્દાઘરના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકોમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે. કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલ તથા સારવાર દરમિયાન મૃત્યુનો કોઇપણ કેસ બિન એમએલસી છે અને એમાં પોસ્ટમોર્ટમ કરવાની જરુર નથી હોતી, આ માટે મૃત્યુ પ્રમાણપત્ર સારવાર કરી રહેલા તબીબ આપશે. અકસ્માત કે આત્મહત્યાના કેસમાં થતા મોતમાં પણ મૃતક કોરોનાગ્રસ્ત હોય તો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સાથે સારવાર રેકોર્ડ અને અન્ય તમામ સંબંધિત દસ્તાવેજો મોકલવા ફરજીયાત છે. આવા કેસમાં તપાસ પછી કોઈ ગુનો થયાની શંકા ન હોય તો પોલીસ પણ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા રદ કરવાનો અધિકાર ધરાવે છે. આઇસીએમઆરની માર્ગદર્શિકા પ્રમાણે, પોલીસ તપાસ અધિકારી અને મૃતકના સગાવાળાના લેખિત નિવેદન બાદ મૃતદેહ અપાયા છે. જેથી કોરોનાની મહામારી બાદ ૬૫ દિવસમાં પહેલીવાર સિવિલ હોસ્પિટલની પોસ્ટમોર્ટમ કામગીરીથી મૃતકના પરિવાર અને પોલીસ બન્ને ખુશ છે.ગુરૂવારે સવિલ હોસ્પિટલમાંથી બે મૃતદેહ પોસ્ટમોર્ટમ વિના આપવામાં આવ્યા છે. જેમાં બંને આપઘાતના કેસ છે. જેમાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી માધવ રેસિડેન્સીમાં રહેતો ૨૪ વર્ષીય વિશાલ દિનેશભાઈ પટેલે ગત રોજ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેનું ગુરૂવારે સવારે મોત થયું છે.વેસુ વિસ્તારમાં આવેલા કુંભાર ફળીયામાં રહેતો ૩૨ વર્ષીય સંદીપ નવીનભાઈ પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતનું કોઈ કારણ બહાર આવ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application