Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરા જીઆઇડીસીમાં ૧૦ દિવસમાં ૭ ચોરીની ઘટના,પંખા,કેબલ,ટીવીની ચોરી સીસીટીવીમાં કેદ

  • May 28, 2020 

Tapi mitra News;શહેરના પાંડેસરા વિસ્તારમાં બંધ ખાતાઓમાં ધોળે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ૭ જેટલી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. ચોરો પંખા, કેબલ, ટીવી, સેટ ટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પાંડેસરા જીઆઈડીસીમાં પ્રેમચંદભાઈ જોબ વર્ક પર ડાઈગ પ્રિન્ટિંગ કરી આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમના ખાતામાં ગત ૨૬મીના રોજ ચોરીની ઘટના બની હતી. ચોરો પંખા, કેબલ, ટીવી, સેટ ટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. છેલ્લા ૧૦ દિવસમાં ૭ જેટલી ચોરીની ઘટનાઓ બની છે. ખાતા ધારકોને બેકાર બનેલા શ્રમિક લોકો ચોરી કરી રહ્યા હોવાની આશંકા છે. પ્રેમચંદભાઈએ ચોરીની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ચોરીની ઘટનાઓને લઈને આખા વિસ્તારમાં મિલ માલિકો, ખાતા ધારકો સાવચેત થયા છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application