Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદ સી.આર.પાટીલ દ્વારા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ૧૦૦થી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવ્યસ્થા કરાઈ

  • May 27, 2020 

Tapi mitra News;ભારત સહિત વિશ્વના મહત્તમ દેશો કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. તેમને પોતાના વતન મોકલવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. બારડોલીનાં અગ્રણી શ્રી વિરેન્દ્રસિંહ રાજપૂતે માણેકપોર ચેકપોસ્ટ પર ફસાયેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ૧૦૦થી વધુ શ્રમિકો અંગે સાંસદશ્રી સી.આર. પાટીલનું ધ્યાન દોર્યું હતુ. અને તેમને વતન મોકલવા અંગેની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. જેથી સાંસદશ્રીએ માનવીય અભિગમ દર્શાવી આ તમામ શ્રમિકોને પોતાનાં વતન પહોંચાડવા બસ તથા તેમના ભોજન અને મિનરલ વોટરની વ્યવસ્થા કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application