Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકાડાઉનનો ફાયદો ઉઠાવનારા પર તંત્રની તવાયઃતાપી અને સુરત જિલ્લાના ૬૩૩ મેડીકલ સ્ટોર્સ સહિતના વેપારીઓ પાસેથી રૂા.૧,૦૨,૯૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો

  • May 27, 2020 

Tapi mitra News;કોરોના વાયરસ મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેવા સમયે કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ કેટલાક કરિયાણાની દુકાનદારો, મેડીકલ સ્ટોર્સના સંચાલકો દ્વારા માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝર તથા અન્ય ચીજવસ્તુઓની છાપેલ કિંમત કરતા વધુ કિંમત લેવા બદલ તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ મે મહિના સુરત અને તાપી જિલ્લાના ૬૩૩ મેડીકલ સ્ટોર્સ,અનાજ કરિયાણા,ડેરીપાર્લર તથા શાકભાજી/ફ્રુડસના વેપારીઓની ઓચિંતી તપાસણી કરીને ૫૦ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧,૦૨,૯૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મદદનીશ નિયંત્રક અધિકારીશ્રી બી.આર.વિશાણાના નેજા હેઠળ સિનિયરો/જુનિયર વિભાગીય નિરક્ષકો દ્વારા કતારગામ વિસ્તારની જય અબુર્દા કરીયાણા સ્ટોર,વરીયાવની દેવનારાયણ કિરાણા સ્ટોર,ગોડાદરાની ખુશ્બુ કિરાણા સ્ટોર,નાના વરાછાની શ્રી દેવ મેડીકલ સ્ટોર,જહાગીરપુરાની મંગલ કરિયાણા સ્ટોર,અડાજણ વિશાલ નગરની શ્રી જય હનુમાન કિરાણા સ્ટોર ખાતે આવેલા એકમો સામે ગ્રાહકો પાસેથી ચીજવસ્તુઓની છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાનું ધ્યાને આવતા ધી પેકજી કોમોડીટી રૂલ્સ-૨૦૧૧ તથા ધી લગીલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અન્વયે પ્રોસીકયુશન કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂા.૧૦,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેર તથા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા લોકડાઉનના દરમિયાન પીપલોદ ખાતે કુ.રીત કમલકુમાર ચંદ્રકે એમ.બી.એ.માં પ્રવેશ માટેના કોચીંગ અંગેની ટયુશન ફી આઈ.એમ.એસ. ઈન્સ્ટીટયુશન (કોચીંગ કલાસ), અઠવાલાઈન્સ ખાતે પુંજા અભિષેક ખાતે રૂા.૫૫,૨૨૬ ટયુશન ફી ફેબ્રુઆરી-૨૦૨૦માં ભરપાઈ કરી હતી. કોઈ કારણસર કોચીંગ કલાસ જોઈન્ટ કર્યા બાદ તુરત જ છોડી દીધેલ હોય ટયુશન સંચાલકો પાસે વારંવાર પૈસા પરત માંગવા છતા તેઓ કોઈ હકારત્મક પ્રત્યુચાર આપતા ન હોવાથી ફરિયાદી દ્વારા ગ્રાહક સુરક્ષા કચેરીએ ફરિયાદ કરવામાં આવતા ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી બી.આર.વીશાણાએ આઈ.એમ.એસ.ઈન્સ્ટીટયુશનને ઈ-મેલ તથા વોટ્સઅપ ઉપર નોટીસની બજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ટેલીફોનીક ચર્ચા કરીને સુખદ સમાધાન કરાવી ટયુશન ફી રૂા.૫૫,૨૨૬ વિદ્યાર્થીના પિતાને ચૂકવી આપવામાં આવ્યા હતા. આમ લોકડાઉનમાં પણ ગ્રાહકોની ફરિયાદ લઈ વિશેષ ધ્યાન આપીને કચેરી દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી.તેમ સુરતના મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે. High light-સુરત અને તાપી જિલ્લાના ૬૩૩ મેડીકલ સ્ટોર્સ,અનાજ કરિયાણા,ડેરીપાર્લર તથા શાકભાજી/ફ્રુડસના વેપારીઓની ઓચિંતી તપાસણી કરીને ૫૦ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧,૦૨,૯૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application