Tapi mitra News;સુરતની કતારગામ જૂની જીઆઇડીસીમાં ખાતું ભાડે રાખી ત્યાં જુગાર રમાડી રહેલા કારખાનેદારને કતારગામ પોલીસે ગત સાંજે છાપો મારી ઝડપી પાડી ત્યાં જુગાર રમતા બે ભાઈ અને પિતા-પુત્ર સહિત પાંચની પણ ધરપકડ કરી હતી. પોલીસે તમામ પાસેથી રોકડ, ૬ મોબાઇલ ફોન અને ૬ મોટરસાયકલ મળી કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગત સાંજે કતારગામ જુની જીઆઇડીસી પ્લોટ નં.૧૧૧ માં છાપો મારી તેના ગ્રાઉન્ડ ફ્લોરમાં એમ્બ્રોઇડરીના ખાતામાં તપાસ કરી હતી. પોલીસે દરવાજો ખુલ્લો હોય અંદર જઈ તપાસ કરતા પાંચ વ્યક્તિ નીચે કુંડાળું વાળી જુગાર રમતા મળી આવ્યા હતા. જયારે એક વ્યક્તિ તેમની બાજુમાં ખુરશી રાખી બેસેલો હતો. પોલીસે પુછપરછ કરતા ખુરશીમાં બેસેલા શૈલેષભાઇ કાનજીભાઇ સુરાણીએ ખાતું પોતે ભાડેથી રાખ્યું હોવાનું જણાવી જુગારીઓને જુગાર રમવા બોલાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શૈલેષભાઈએ જુગારીઓ પાસેથી નાણા પેટે ઉઘરાવેલા રોકડા રૂ. ૩૫૦૦ પણ કબ્જે કર્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી જુગારીઓ - મજુરીકામ કરતા રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ દેવશીભાઇ સુરાણી અને તેમના વેપારી ભાઈ નરેશભાઇ દેવશીભાઇ સુરાણી , વેપારી રાજેશભાઇ ધનજીભાઇ લુખી, વેપારી લાભુભાઇ છગનભાઇ લુખીને ઝડપી પાડી તમામ પાસેથી કુલ રોકડ રૂ.૨૩,૫૬૦, રૂ.૨૭,૫૦૦ ની કિંમતના છ મોબાઈલ ફોન અને રૂ. ૯૧,૦૦૦ ની કિંમતની છ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૪૨,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application