Tapi mitra News;મહાનગરપાલિકાએ કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન પાલિકાની ૯૭૯ ટીમોએ ૮ ઝોનમાં નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ૧,૬૮,૬૫૮ ઘરનો સર્વે કરી ૪,૪૩,૩૧૩ લોકોના સ્વાસ્થ્ય બાબતે ની તપાસ કરી છે. જેમાં ટોટલ ૩૪ માંથી ઉધના ઝોનમાં સૌથી વધુ ૧૭ એ.આર.આઇ. કેસ મળી આવ્યા છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૬૯૪ ટીમોએ ૨,૩૦,૬૪૮ ઘરનો સર્વે કરી ૧૦,૧૧,૭૦૩ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરતા એ.આર.આઇ. ના સૌથી વધુ ૭ કેસ લિંબાયતમાંથી મળી આવ્યા છે.
પાલિકાની ટીમો ૮ ઝોનમાં રોજ ૮ કલાક કામગીરી કરે છે. સર્વે કરનાર તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો અને આશા વર્કરો છે. આરોગ્ય ટીમે જણાવ્યું હતું કે, મુનસી અલી શોકત અલીના ઘરે પાલિકાની ટીમ સર્વે માટે ગઈ હતી. બીમારીની માહિતી છુપાવી હતી. ત્યારબાદ કિડની અને ડાયાબિટીસની બીમારી સાથે સિવિલમાં દાખલ થયા હતા. ગતરોજ તેમનું મૃત્યુ થયું છે. આવા કેસ પણ સામે આવ્યા છે એટલે પાલિકા વિનંતી કરે છે કે સર્વે માટે આવતી ટીમને સહકાર આપી જીવ બચાવો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500