Tapi mitra News;અમરોલીના માણી રેસીડન્સી બિલ્ડીંગના ધાબા પર પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ૫ રત્નકલાકારોને ટોળે વળી ગપ્પા મારતા ઝડપી પાડી એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
અમરોલી-સાયણ રોડ સ્થિત માણકી રેસીડન્સીના એ બિલ્ડીંગના ધાબા પર લોકો પાર્ટી કરી રહ્યા છે તેવો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેના આધારે અમરોલી પોલીસે માણકી રેસીડન્સીના બિલ્ડીંગના ધાબા પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે એ બિલ્ડીંગના અલગ-અલગ નંબરના ફલેટમાં રહેતા ૫ રત્નકલાકાર જીગ્નેશ કરમશી રાસીયા,બટુક પરબત સાવજ,મયુર બટુક સાવજ, સંજય મધુભાઇ નારોલા અને હરેશ પોપટ દેસાઇને ઝડપી પાડ્યા હતા. પોલીસે બિલ્ડીંગના ધાબા પર શોધખોળ કરવા ઉપરાંત તમામની પૂછપરછ કરી હતી. પરંતુ પાર્ટી કરતા હોવાના કોઇ પુરાવા લાગ્યા ન હતા. પરંતુ તેઓ નવરાશની પળોમાં ટોળે વળી ગપ્પા મારી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે તમામ રત્નકલાકાર વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application