Tapi mitra News;સુરતના વેડરોડ વિજયનગર ૨ માં આજે મળસ્કે ત્રણ માથાભારે યુવાનોએ ગતરાત્રે થયેલા ઝઘડાની અદાવતમાં હાથમાં ધારદાર છરા અને તલવારો સાથે આવી યુવાનના ઘરના મુખ્ય દરવાજા ઉપર છરા અને તલાવર માર્યા બાદ શેરીમાં રહેતા એક વ્યક્તિના એક્ટીવામાં તોડફોડ કરી તેમના પુત્રને જાનથી અમારી નાખવાની ધમકી આપી હતી.
સુરતના વેડરોડ વિજયનગર ૨ ઘર નં૨૪,૨૫ માં રહેતા ૩૩ વર્ષીય ઉમેશભાઈ વિશ્રામભાઇ સોલંકી છેલ્લા પાંચ વર્ષથી રીંગરોડ સ્થિત ધનલક્ષ્મી માર્કેટમાં નોકરી કરે છે. ગતરાત્રે ૧૦ વાગ્યે તે પોતાની સોસાયટીમાં ઉભા હતા ત્યારે સોસાયટીમાંથી મકાન ખાલી કરી જતા એક ભાડુઆત સાથે તેમની જ સોસાયટીમાં રહેતા માથાભારે મુન્નો, ગીલ્લી અને એક અજાણ્યાએ બોલાચાલી કરતા ઉમેશભાઈ, તેમના પાડોશી જયંતીભાઈ સુમનભાઈ રાવલના પુત્ર હિમાંશુ અને અન્યોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. આ બાબતની અદાવત રાખી ત્રણેય આજે મળસ્કે હાથમાં ધારદાર છરા અને તલવાર સાથે આવ્યા હતા. ત્રણેયે શેરીમાં આવી સોસાયટીના રહીશોને ગાળો આપી હતી અને ઉમેશભાઈના ઘરના મુખ્ય દરવાજા ઉપર છરા અને તલવાર માર્યા બાદ જયંતીભાઈએ પોતાના ઘર પાસે પાર્ક કરેલા એક્ટીવાને પાડી દઈ તેના ઉપર તલવાર મારી નુકશાન પહોંચાડયું હતું. ત્રણેયે જયંતીભાઈના પુત્ર હિમાંશુને ધમકી આપી હતી કે તું હવે ઘરની બહાર નીકળ, હું તને તલવારથી મારી નાખીશ. માથાભારે યુવાનોએ ધીંગાણું કરતા કોઈકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. તેથી કતારગામ પોલીસ સ્થળ ઉપર પહોંચી તે પહેલા જ ત્રણેય ત્યાંથી ભાગી છૂટ્યા હતા. કતારગામ પોલીસે ઉમેશભાઈની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application