Tapi mitra News;એસવીએનઆઇટીના સત્તાધિશો દ્વારા ફાયનલ ઇયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૨૨મી જૂનથી પરીક્ષા લેવાના નિર્ણયના કારણે વિવાદ ઉભો થયો છે. વિદ્યાર્થીઓએ પોતોના અભ્યાસ માટે પુરતો સમય મળ્યો ન હોવા ઉપરાંત ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ થવાની શંકા વ્યક્ત કરી છે. દરમિયાનમાં વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના ઉત્તરમાં ૯૫ ટકા વિદ્યાર્થીઓએ સંભવિત સમસ્યાઓ દર્શાવીને ઓનલાઇન પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ દર્શાવતા પત્રક સાથેનું આવેદનપત્ર એસવીએનઆઇટીના ડાયરેક્ટરને આપીને પરીક્ષા રોકી દેવા માટેની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application